Latest

Monday, May 20, 2019

કપિલ શર્માના ઘરે આવશે નવું મહેમાન, પ્રેગ્નેન્ટ છે ગિન્ની ચતરથ?

પિતા બનશે કપિલ શર્મા?

કોમેડિયન કપિલ શર્મા હાલ પોતાના ફેમસ કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ને લઈને વ્યસ્ત છે. કપિલ શર્માનો આ શો ટીઆરપીના મામલે પણ ટોપ પર છે. કપિલ પોતાની પ્રોફેશનલ લાઈફમાં ગ્રોથ કરી રહ્યો છે, સાથે જ એવા પણ સમાચાર છે કે કપિલની પર્સનલ લાઈફમાં પણ ગ્રોથ થઈ રહ્યો છે. રિપોર્ટનું માનીઓ તો કપિલ શર્મા અને ગિન્ની ચતરથના ઘરે નવું મહેમાન આવવાનું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ગિન્ની ચતરથ પ્રેગ્નેન્ટ છે?

કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નેન્ટ છે. જો કે આ ગુડ ન્યૂઝ અંગે કપિલ શર્મા કે તેના પરિવાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી. રિપોર્ટ પ્રમાણે કપિલ શર્મા ઘર પર આવનારા નવા મહેમાનના વેલકમ માટે જોરદાર તૈયારી કરી રહ્યો છે.

ગયા વર્ષે કર્યા હતા લગ્ન

કપિલે 12 ડિસેમ્બર 2018ના રોજ બાળપણની મિત્ર ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ નજીકના મિત્રોની હાજરીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. જે બાદ તેણે બોલિવુડ સેલેબ્સ માટે રિસેપ્શનનું આયોજન પણ કર્યું હતું. નવું મહેમાન આવવાની ખુશીની સાથે-સાથે કપિલના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર છે. કપિલને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે પોપ્યુલર કોમેડિયન તરીકે પસંદ કર્યો છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2YwPIdk

No comments:

Post a Comment

Pages