શાહિદ આ હોટ હિરોઇનને બાથરુમમાં ન્હાતી જોવા મગતો હતો

બોલિવુડના ચોકલેટી હિરો ગણતા શાહિદે એકથી વધારે વારે ખુલ્લમખુલ્લા જે જાણિતી હિરોઇન પ્રત્યે પોતાનો ક્રશ હોવાનું કબૂલ કર્યું છે તેને તાજેતરમાં ત્રીજીવાર સગાઈ કરી લીધી છે. આ હિરોઈન એટલે હોલિવુડની સ્કારલેટ જોન્સન જેના દીવાના શાહિદ જ નહીં દુનિયાભરમાં હજારો યુવાનો હશે. માર્વેલ સ્ટુડિયોની ફિલ્મ અવેન્જર્સમાં જોવા મળતી એકમાત્ર સુપરવુમન નતાશા રોમોનોફ ઉર્ફે બ્લેક વિડોનો કિરદાર નિભાવતી સ્કારલેટ આજે હોલિવુડની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસમાંથી એક છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
શાહિદનો ક્રશ છે આ હોલિવુડ સુંદરી

શાહિદ હાલમાં પોતાની આગામી ફિલ્મ કબિર સિંહના પ્રમોશનમાં વ્યસ્ત છે તે દરમીયાન તેણે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે જો મને ઇનવિઝિબલ બનવાની શક્તિ મળે તો હું એક વ્યક્તિને બાથરુમમાં શાવર લેતી જોવા માગીશ અને તે છે સ્કારલેટ જોન્સન. આ પહેલા પણ શાહિદે એક ટોક શોમાં જણાવ્યું હતું કે જો મારી સાથે રિલેશનશિપમાં હોવાની અફવાના કારણે સ્કારલેટ જેન્સનના ડિવોર્સ થઈ જાય તેવું ઇચ્છું છું.
એવેન્જર્સ ગેમની એકમાત્ર સુપરવુમન
પર્સનલ લાઈફની વાત કરીએ તો સ્કાર્લેટ જ્હોનસને વર્ષ 2008માં હોલિવૂડ એક્ટર રયાન રેનોલ્ડ્સ સાથે લગ્ન કર્યા હતા. જોકે બંને 2011માં ડિવોર્સ લઈને અલગ થઈ ગયા. આ બાર રોમેન ડોરિયક સાથે વર્ષ 2014માં લગ્ન કર્યા. બાદમાં વર્ષ 2017માં બંને અલગ થઈ ગયા. સ્કાર્લેટ હાલમાં એન્કર કોલિન જોસ્ટને ડેટ કરી રહી છે. કપલ પાછલા 2 વર્ષથી એકબીજા સાથે ડેટિંગ કરી રહ્યા છે. બંને પોતાની રીલેશનશીપને લઈને ખૂબ જ સીરિયસ છે અને લગ્ન પણ કરવા માગે છે પરંતુ હજુ સુધી લગ્નની કોઈ નિશ્ચિત તારીખ સામે આવી નથી.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2WSW6ex
No comments:
Post a Comment