Latest

Thursday, May 23, 2019

ટૂંક સમયમાં લૉન્ચ થશે ફોર્ડની નવી ઈકોસ્પોર્ટ થંડર, જાણો ફીચર અને કિંમત

ફોર્ડ લાવશે નવી કાર

ભારતની ઓટો માર્કેટમાં હાલમાં એસયુવીનો ટ્રેન્ડ છે અને મોટી કારની ડિમાન્ડ છે. એક પછી એક ઓટો કંપનીઓ નવા સેગમેન્ટની SUV કાર લૉન્ચ કરી રહી છે. થોડા સમય પહેલા હ્યુડાઈએ પોતાની નવી એસયુવી કાર માર્કેટમાં મૂકી હતી. જે લોકોને ખૂબ પસંદ પડી હતી. હવે ઓટો કંપની ફોર્ડ પણ પોતાની નવી કાર લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આવતા મહિને ફોર્ડ એક નવું મોડલ માર્કેટમાં લાવશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સુરક્ષા પર પૂરતું ધ્યાન

ફોર્ડની આ નવી કારનું નામ ઈકોસ્પોર્ટ થંડર નક્કી થયું છે. કંપનીએ આ કારમાં એક નવી ડિઝાઈન માર્કેટમાં મૂકી છે. જુદા જુદા રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે, ફોર્ડ ઈકોસ્પોર્ટ થંડરમાં સાઈડ, રુફ અને ટેલ પર ગેટ રહેશે. આ ઉપરાંત એલઈડી લાઈટ સાથે આ નવી કાર સજ્જ હશે. આ સાથે કારમાં 17 ઈંચના એલોય વ્હીલ રહેશે. ઈન્ટિરિયરની વાત કરવામાં આવે તો અહીં નવા કલર્સ મળી રહેશે. કાર ટાઈટેનિયમ ટ્રિમ ફીચર્સથી સજ્જ છે. કારમાં એબીએસ અને ઈબીડી, ડ્યુઅલ ફ્રંટ એરબેગ, પાર્કિંગ કેમેરા અને સેન્સર તથા સુરક્ષા પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે.

100હોર્સ પાવર

ઈકોસ્પોર્ટ થંડરમાં 1.5 લિટરનું ડિઝલ એન્જિન મળી રહેશે. જે 100 હોર્સ પાવરની ક્ષમતા ધરાવે છે. આ સિવાય કારમાં દોઢ લિટરના ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિનમાં મળી રહેશે. જે 123 હોર્સ પાવરની ક્ષમતા ધરાવે છે. આ કારની કિંમત 10 લાખ રુપિયાની આસપાસ રહેશે. જ્યારે પેટ્રોલ મોડેલની કિંમત 9.57 લાખ રુપિયા છે. જ્યારે ડીઝલ મોડલની કિંમત 10 લાખ રુપિયા આસપાસ રહેવાની શક્યતાઓ છે.

હ્યુડાઈની કારને ટક્કર

આ કાર હ્યુડાઈની નવી કાર Hyundai Venueને ટક્કર આપશે. ફોર્ડે પોતાનું ફેસલિફ્ટ મોડેલ 2027માં લૉન્ચ કર્યું હતું. આ વર્ષે મહેન્દ્રાએ પણ પોતાની નવી કાર માર્કેટમાં મૂકી હતી. આ કારની તસવીર લૉન્ચ થતા પહેલા લીક થઈ ચૂકી છે. કારની અંદર એલસીડી આપવામાં આવ્યું છે. ઓટો માર્કેટમાં એસયુવી કારનો ક્રેઝ વધતા કંપનીએ પોતાના મોડેલમાં કેટલાક ફેરફાર કર્યા છે. મારુતી સુઝુકી અને ટાટા મોટર્સ બાદ ફોર્ડ પણ નવા મોડલ સાથે નવા ફીચર્સ લાવી રહી છે.

 



from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat http://bit.ly/2Hxwi2s

No comments:

Post a Comment

Pages