આ ક્રિકેટરની દીકરીનું કેન્સરથી મૃત્યુ

પાકિસ્તાની બેટ્સમેન આસિફ અળીએ પોતાની 2 વર્ષની દીકરીના ગુમાવી દીધી છે. 19મેના દિવસે જ્યારે આસિફ પાકિસ્તાન માટે ઈંગ્લેન્ડ સામે 5મી અને અંતિમ વન-ડે રમી રહ્યો હતો, આ દરમિયાન તેને દીકરાના મૃત્યુની ખબર મળી. રિપોર્ટ મુજબ, આસિફની દીકરી નૂર ફાતિમાને સ્ટેજ 4નું કેન્સર હતું, જેની સારવાર અમેરિકાની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. સોશિલય મીડિયા પર લોકો તેને સંવેદના આપવા સાથે એક મજબૂક વ્યક્તિ બતાવી રહ્યા છે. જણાવી દઈએ કે રવિવારે હેડિંગ્લેમાં રમાયેલી આ મેચમાં તેણે 22 રન બનાવ્યા હતા. જોકે તેની ટીમ 54 રનથી હારી ગઈ.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
મેચ રમતા દરમિયાન મળી મૃત્યુની ખબર
ISLU family pays its deepest condolences to @AasifAli2018 on the tragic loss of his daughter. Our thoughts and prayers go out to Asif & his family. Asif is a great example of strength & courage. He is an inspiration to us.
— Islamabad United (@IsbUnited) May 19, 2019
‘ઈસ્લામાબાદ યુનાઈડેટ’એ પોતાના ટ્વીટમાં લખ્યું, ISLUની સંવેદનાઓ આસિફની સાથે છે, જેમણે પોતાની દીકરી ગુમાવી છે. આસિફ ખૂબ જ મજબૂત છે, જે આપણા બધા માટે પ્રેરણાદાયી છે.’ ઉલ્લેખનીય છે કે 27 વર્ષના આસિફ ‘પાકિસ્તાન સુપર લીગ’માં ઈસ્લામાબાદ યુનાઈટેડ તરફથી રમે છે.
દીકરીને ચોથા સ્ટેજનું કેન્સર હતું
Cricketer Asif Ali's daughter has lost her fight against stage 4 Cancer, and has passed away during her treatment in US. Allahtala bacchi ko jannat me aala darja farmay. Aur unki family ko Sabar de. #AsifAli #AsifAlidaughter #jannat #WorldCup #ExitPoll2019 #india #pakistan pic.twitter.com/vdhR3BajMT
— Kushal Sharma (@Kushal1905) May 20, 2019
આસિફે 22 એપ્રિલના દિવસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેની દીકરીને સ્ટેજ 4નું કેન્સર છે. જેને સારવાર માટે તે અમેરિકા લઈ જઈ રહ્યો છે. આસિફને પીએસએલના ચોથા સત્ર દરમિયાન દીકરીની આ બીમારીની જાણ થઈ, આ સમયે તે પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન અને ઈસ્લામાબાદ યુનાઈટેડના કોચ ડીન જોન્સ સામે રડી પડ્યો હતો.
ઈંગ્લેન્ડ સીરિઝમાં રહ્યું સારું પ્રદર્શન
#AsifAli
Asif Ali daughter passed away after fighting with cancer. God give patience to her family and give Asif's daughter high rank in jannat-ul-firdos. pic.twitter.com/1th31f8KOp— Zain Masood (@ZainMas65428111) May 20, 2019
આસિફ પાકિસ્તાનની વર્લ્ડકપની ટીમનો હિસ્સો નથી. જોકે ઈંગ્લેન્ડ સામેની આ સીરીઝમાં તે બે અડધી સદી ફટકારી ચૂક્યો છે. બની શકે તેના હાલના ફોર્મને જોતા 23 મે પહેલા તેને ટીમમાં શામેલ કરી લેવામાં આવે. વર્લ્ડકપમાં પાકિસ્તાનની પહેલી મેચ 31મેએ વેસ્ટઈન્ડીઝ સામે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2EjYMKV
No comments:
Post a Comment