Latest

Thursday, May 9, 2019

સેલ્ફી લેવાના બહાને એક્ટ્રસ સ્વરા ભાસ્કર સાથે ફેને કરી આવી હરકત

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે સ્વરા

બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર આજકાલ ચૂંટણી પ્રચારમાં લાગેલી છે. સ્વરા ભાસ્કરે થોડા દિવસ પહેલા બેગૂસરાયમાં કન્હૈયા કુમાર અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પ્રચાર અભિયાનમાં જોવા મળી. પોતાના બેબાક અંદાજ માટે જાણીતી સ્વરા પ્રચાર દરમિયાન રાજકારણ અંગેના પોતાના વિચારો ખુલીને વ્યક્ત કરે છે. જોકે આ દરમિયાન સ્વરાને એરપોર્ટ પર એવો ફેન મળ્યો જેને જોઈને તે દંગ રહી ગઈ.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

‘આયેગા તો મોદી હી’

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્વરા ભાસ્કરને એક ફેન મળવા આવે છે. તેણે એક્ટ્રેસ સાથે સેલ્ફી લેવાની વિનંતી કરી. સ્વરા સાથે સેલ્ફી લેવાના બહાને કેમેરામાં વીડિયો ઉતાર્યો અને સ્વરાને કહ્યું, ”મેડમ આયેગા તો મોદી હી.”

સ્વરાએ શેર કર્યો વીડિયો

આ વીડિયોને સોશિયલ મીડિયા યૂઝર ઉપરાંત સ્વરાએ પણ શેર કર્યો છે. સ્વરાએ લખ્યું, “લોકોની રાજનીતિક વિચારધારા સામે મને કોઈ વાંધો નથી પરંતુ આણે ચોરીછૂપીથી વીડિયો શૂટ કરી લીધો. અત્યંત ખરાબ અને ચાલાકીપૂર્ણ હરકત ભક્તોનો ટ્રેડમાર્ક છે. માટે મને નવાઈ નથી લાગી. ભક્તોનું જીવન સાર્થક કરાવીને મને ખુશી મળે છે.”

રાઘવ ચઢ્ઢા માટે પ્રચાર કરશે

જણાવી દઈએ કે, સ્વરા કન્હૈયા કુમાર બાદ દક્ષિણ દિલ્હીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચઢ્ઢા માટે પ્રચાર કરશે. તેણે આ અંગેની જાણકારી પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી. આજકાલ સ્વરા ચૂંટણી રેલીઓમાં જોરદાર પ્રચાર કરતી જોવા મળે છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં જ નવા ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2YgeWwo

No comments:

Post a Comment

Pages