Latest

Thursday, May 9, 2019

મેટ ગાલામાં ચાર કલાક ટાઈટ ડ્રેસ પહેરી રાખ્યો, આવી થઈ કિમની હાલત

કિમના લૂકની ચર્ચાઃ

ન્યુ યોર્કમાં મેટ ગાલા 2019નું આયોજન ખૂબ જ શાનદાર રીતે થયું હતું. આ પ્રસંગે પિંક કાર્પેટ પર અભિનેત્રીઓની સુંદરતાનો જલવો જોવા મળ્યો હતો. ઈવેન્ટમાં સૌથી વધુ ચર્ચામાં હોલિવુડ એક્ટ્રેસ કિમ કાર્દેશિયન, કેટી પેરી અને પ્રિયંકા ચોપરાની થઈ હતી. કિમની ડ્રેસને સોશિયલ મીડિયા પર ખાસ્સો વખાણવામાં આવ્યો હતો કારણ કે આ ડ્રેસ તેના ફિગર પર ખાસ્સી સૂટ થઈ રહી હતી. પ્રિયંકાને તેના અનોખા અંદાજ માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

ડ્રેસ દેખાવે સુંદર પણ અનકમ્ફર્ટેબલઃ

ઉલ્લેખનીય છે કે આ ડ્રેસ દેખાવમાં ખૂબ સુંદર હતી પરંતુ પહેરવામાં ખૂબ જ અનકમ્ફર્ટેબલ હતી. કિમે પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરવા માટે ન્યુડ કલરનો ટાઈટ ડ્રેસ પહેર્યો હતો. પરંતુ આ સુંદર ડ્રેસ પહેર્યા બાદ કિમનું ઉઠવુ-બેસવુ મુશ્કેલ થઈ ગયુ હતુ.

કમરથી વધુ ટાઈટ હતોઃ

રિપોર્ટ્સ અનુસાર કિમનો આ ડ્રેસ કમરથી વધારે ટાઈટ હતો. આવું તેના ફિગરને આકર્ષક બનાવવા કરાયું હતું. આ કારણે કિમનું હાલવું-ચાલવું મુશ્કેલ થઈ ગયું હતું. આવામાં આખી ઈવેન્ટમાં કિમ પોતાની જાતને સંભાળી રહી હતી. તે આખી ઈવેન્ટ દરમિયાન કશું ખાઈ-પી પણ નહતી શકી.

કિમે પણ સ્વીકાર્યું…

મેટ ગાલા 2019ના બિહાઈન્ડ ધ સીન વિડીયોમાં કિમે સ્વીકાર્યું હતું કે, “મને ગુડ લક વિશ કરો કારણ કે હું આ ડ્રેસમાં ચાર કલાક સુધી વોશરૂમ સુધી પણ નહિ જઈ શકું.” મેટ ગાલાના પિંક કાર્પેટ વૉક પછી આલીશાન પાર્ટીનું આયોજન થયું હતું જેમાં કિમે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2YdHVRF

No comments:

Post a Comment

Pages