બિગ બી અને ઈમરાન એકસાથે

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને ઈમરાશ હાશમી પ્રથમ વખત એક નવી ફિલ્મમાં સાથે જોવા મળશે. આ એક મિસ્ટ્રી થ્રીલર ફિલ્મ છે. આ ફિલ્મનું નામ ચહેરે છે. જેને રુમી જાફ્રી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મના પ્રથમ તબક્કાનું શુટિંગ શરુ થઈ ચૂક્યું છે. ઈમરાન હાશમીએ આ પ્રોજેક્ટના કેટલાક ફોટો શેર કર્યા હતા. આ સાથે પોસ્ટ કર્યુ હતું કે, ફિલ્મ ચહેરેનું શુટિંગ શરુ.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આ છે સ્ટારકાસ્ટ

આનંદ પંડિત આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે ફેબ્રઆરી મહિનામાં રીલિઝ થશે. આ ફિલ્મમાં ઈમરાન સાથે ક્રિતી ખરબંદા, રેહા ચક્રવર્તી, સિદ્ધાર્થ કપૂર, દ્રીતમાન ચક્રવર્તી, રાહગીર યાદવ અને અન્નુ કપૂર આ ફિલ્મમાં જોવા મળશે. છેલ્લે અમિતાભ બચ્ચનની બદલા ફિલ્મ આવી હતી. જ્યારે ઈમરાન હાશમીની ચીટ ઈન્ડિયા આવી હતી. જે બોક્સઓફિસ પર ખાસ કોઈ વકરો કરી શકી નથી. એજ્યુકેશન સિસ્ટમ બનાવેલી ફિલ્મને જોઈએ એવો કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.
તરણ આદર્શે પણ કરી જાહેરાત
#Chehre launch photo… Teams Amitabh Bachchan and Emraan Hashmi for the first time… Costars Kriti Kharbanda, Rhea Chakraborty, Siddhanth Kapoor, Dhritiman Chatterjee, Raghubir Yadav and Annu Kapoor. pic.twitter.com/iCN8ngwiYF
— taran adarsh (@taran_adarsh) May 10, 2019
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ આ ફિલ્મને લઈને ટ્વિટ કર્યુ હતું. ફિલ્મના મુહૂર્ત શોટના ફોટા પણ સોશ્યિલ મીડિયામાં શેર કરવામાં આવ્યા હતા. આ અંગે પ્રોડ્યુસરે કહ્યું હતું કે, પ્રથમ વખત ઓનસ્ક્રિન ઈમરાન હાશમી અને અમિતાભ જોવા મળશે. મુંબઈ મીરર સાથેના ઈન્ટરવ્યૂમાં આનંદ પંડિતે કહ્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક વકીલના રોલમાં જોવા મળે. જ્યારે ઈમરાન હાશમી એક બિઝનેસ મેન છે. હાલમાં આ ફિલ્મ માટે મલાડ સ્ટુડિયોમાં એક વિશાળ બંગલાનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે.
સ્ક્રિપ્ટ તૈયાર

આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ચૂકી છે. આનંદે અગાઉ પ્યાર કા પંચનામા-2, સરકાર-3, સત્યમેવ જયતે, બાઝાર અને ટોટલ ધમાલ જેવી પ્રોડ્યુસ કરી છે. જોકે, આ ફિલ્મ માટેના શુટિંગ લોકેશન જાહેર નથી કરાયા પણ કેટલોક ભાગ મુંબઈના મલાડમાં શુટ થયો હોવાનું જાણવા મળ્યું હતું.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2vQmqtR
No comments:
Post a Comment