મહોરું પહેરીને ચોરી

આજકાલ ચોર-લૂંટારુઓ માસ્ક પહેરીને ચોરી કરવાના બદલે કોઈ વ્યક્તિનું માસ્ક પહેરીને ચોરી કરે છે. હાલમાં જ આવી ઘટના ઓસ્ટ્રેલિયામાં સામે આવી છે. જ્યાં લૂંટારુએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પનું માસ્ક પહેરીને શોપિંગ મોલ લૂંટી લીધો. પોલીસે ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પોલીસે માગી મદદ
Police are seeking public assistance after a shopping centre was robbed this morning by a man in a Donald Trump mask. Can you help? https://t.co/CnlHkG0KfV pic.twitter.com/eNMSPuYnT7
— Queensland Police (@QldPolice) May 5, 2019
આ વીડિયોને શેર કરતાં પોલીસે લખ્યું, “આજે સવારે એક શખ્સે ડોનલ્ડ ટ્રમ્પનું મોહરું પહેરીને શોપિંગ સેન્ટર લૂંટી લીધું. આ સંદર્ભે પોલીસ લોકોની મદદ ઈચ્છે છે. શું તમે મદદ કરી શકશો?” આ સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ શોપિંગ સેન્ટરનો કાચ ફોડતો જોવા મળે છે. બાદમાં તે સ્ટોરમાં ઘૂસીને ત્યાંથી ઘણો સામાન ચોરી લે છે. ખાસ વાત એ છે કે, આ શખ્સે ડોનલ્ડ ટ્રમ્પનું મોહરું પહેરીને લૂંટને અંજામ આપ્યો.
સવારે 5-30એ થઈ ચોરી

રિપોર્ટ મુજબ, બ્રિસબેન શહેર પાસે આવેલા Strathpineમાં સ્થિત શોપિંગ સેન્ટરમાં ચોરી થઈ. લૂંટારુએ સવારે સાડા પાંચ વાગ્યે ઘટનાને અંજામ આપ્યો. પોલીસે વીડિયો શેર કર્યો જેથી ત્વરિતપણે આરોપીને પકડી શકાય.
from Page Array – I Am Gujarat http://bit.ly/2V5Mbk4
No comments:
Post a Comment