Latest

Tuesday, May 7, 2019

ગજબ! ડ્રાઈવરે બસમાં બગીચો બનાવી દીધો, લોકોએ કરી પ્રશંસા

ડ્રાઈવરે બસમાં બગીચો બનાવ્યો

બેંગલુરુના બસ ડ્રાઈવરની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. ચર્ચા થવી પણ જોઈએ કારણ કે તેમણે હરિયાળીને લઈને જાગૃતતા લાવવા માટે જે પહેલ કરી છે કે પ્રશંસનિય છે. બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (BMTC)ના બસ ડ્રાઈવર નારાયણપ્પાએ બસની અંદર બગીચો બનાવી રાખ્યો છે. નારાયણપ્પા બેંગલુરુના કાવલ બાયસાંદ્રાથી યશવંતપુર વચ્ચે બસ ચલાવે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

3-4 વર્ષથી બસમાં બગીચો

ન્યૂજ એજન્સી ‘એએનઆઈ’ સાથે વાતચીત કરતા નારાયણપ્પાએ કહ્યું, હું આ પાછલા 3-4 વર્ષથી કરી રહ્યો છું. આ પાછળનો મારો હેતુ લોકોમાં પર્યાવરણમાં ગ્રીનરીને લઈને જાગૃતતા ફેલાવવાનો છે.

ઈન્ટરનેટ પર ડ્રાઈવરની પ્રશંસા

ન્યૂઝ એજન્સીએ નારાયણપ્પાની કેટલીક તસવીરો ટ્વીટર પર પણ શેર કરી છે, જે બાદ ઈન્ટરનેટની દુનિયામાં પ્રશંસા થવા લાગી છે.

કેટલાકે આપ્યું જ્ઞાન

ઈન્ટરનેટ પર કેટલાક લોકોએ ડ્રાઈવરને જ્ઞાન પણ આપ્યું હતુ. આ લોકોના કહેવા મુજબ સામે જ છોડ રાખવાના કારણે ડ્રાઈવરને કાર ચલાવવામાં મુશ્કેલી થઈ શકે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2H5noc9

No comments:

Post a Comment

Pages