Latest

Tuesday, May 7, 2019

ઘરે ફ્રાઈડ રાઈસ બનાવવા એકદમ સરળ છે, ચાઈનીઝ ફૂડના શોખીનને મજા પડી જશે 😋

બનાવવાની રીત

આજકાલ ચાઈનીઝ ફૂડ ખાવાનો ટ્રેન્ડ વધી ગયો છે. બાળકોથી માંડીને મોટી ઉમરની દરેક વ્યક્તિને ચાઈનીઝ ફૂડ ભાવતું હોય છે. ચાઈનીઝ ફૂડ મોટેભાગે રેસ્ટોરાંમાંથી જ લોકો મગાવતા હોય છે, કારણ કે તેમનું માનવું છે કે રેસ્ટોરાં જેવો ટેસ્ટ તો ઘરે આવે જ નહીં. પરંતુ આ વાત ખોટી છે. જો તમારા બાળકોને ફ્રાઈડ રાઈસ ભાવતા હોય તો બહારથી મગાવવાના બદલે આ સરળ રીતથી ફટાફટ ઘરે જ બનાવી લો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સામગ્રી

એક કપ રાંધેલો ભાત
એક ચમચી તેલ
2-3 સમારેલું લસણ
એક ચમચી છીણેલું આદુ
2-3 તીખા લીલા મરચાં
એક ચમચી લીલું કેપ્સિકમ
ત્રણ ચમચી વટાણા
અડધી ચમચી ખાંડ
એક ચમચી સોયા સોસ
એક ચમચી વિનેગર
સ્વાદાનુસાર મીઠું

બનાવવાની રીત

એક પેનમાં તેલ લઈ તેને ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સમારેલું લસણ, સમારેલું આદું અને લીલા મરચાં લઈ તેને થોડીવાર સોતે કરી લો. હવે તેમાં લીલું કેપ્સિકમ અને વટાણા ઉમેરી તેને ચડવા દો. તે ચડી જાય એટલે તેમાં ભાત ઉમેરી મિક્સ કરી લો. હવે આ ભાતમાં ખાંડ, સોયા સોસ, વિનેગર અને મીઠું ઉમેરી મિક્સ કરી 5 મિનિટ માટે ગેસ પર રહેવા દો. તો તૈયાર છે ફ્રાઈડ રાઈસ. આ રાઈસને પ્લેટમાં લઈ ગરમાગરમ સર્વ કરો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2YejDqr

No comments:

Post a Comment

Pages