બંનેની ત્રીજી ફિલ્મ
બોલિવૂડની હીટ જોડી આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર ત્રીજી વખત એક ફિલ્મમાં સાથે જોવા મળશે. ‘દમ લગા કે હૈશા’ થી ભૂમિએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે, ઓનસ્ક્રિન આ જોડી લોકોને ખૂબ ગમી હતી. રિપોર્ટ અનુસાર બંને કલાકારો ફરી એકવખત સાથે ઓનસ્ક્રિન સાથે જોવા મળશે. બોલિવૂડના ફિલ્મ નિર્માતા અમર કૌશિક આ બંને કલાકારોને લઈને ફિલ્મ બનાવી રહ્યા છે. આ પહેલા અમર કૌશિક સ્ત્રી ફિલ્મ બનાવી ચૂક્યા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આયુષ્માને કહી આ વાત

અમર કૌશિકની નવી ફિલ્મમાં આ બંને કલાકાર જોવા મળશે. આ ફિલ્મને લઈને બંને કલાકારો ખૂબ જ એક્સાઈટેડ છે. આયુષ્માને કહ્યું હતું કે, અમારી ઓનસ્ક્રિન કેમેસ્ટ્રીની સાથોસાથ અમારું ટ્યુનિંગ પણ સારું રહ્યું છે. મને ખુશી છે કે, દર્શકોને અમારી જોડી પસંદ પડી રહી છે. જ્યારે કોઈ જોડી હીટ થાય છે ત્યારે તમારા પર વધુ બેસ્ટ આપવાનું પ્રેશર હોય છે. ભૂમિ એક બેસ્ટ કલાકાર છે.
કંઈક નવું આપવા પ્રયત્ન કર્યો

આ ફિલ્મ પહેલા પણ મે અને ભૂમિએ કંઈક નવું આપવાનો પ્રયત્ન કર્યો છે. ભૂમિ સાથે કામ કરવાની મને મજા પડી છે. મને આશા છે કે, આવનારી ફિલ્મ પણ લોકોને ગમશે અને લોકોનો પ્રેમ મળી રહેશે. ભૂમિએ પણ ઉમેર્યું હતું કે, ફરી એક નવા પ્રોજેક્ટથી હું ખૂબ ખુશ છું. આયુષ્માન એક પાવરફૂલ એક્ટર છે. અમે ત્રીજી વખત સાથે ફિલ્મ કરવા જઈ રહ્યા છીએ. ફિલ્મ ‘દમ લગા કે હૈશા’ બાદ ‘શુભ મંગલમ સાવધાન’ માં સાથે કામ કર્યું હતું. હવે તેની ત્રીજી ફિલ્મ આવી રહી છે. જોકે, આ ફિલ્મનું નામ હજું સુધી સામે આવ્યું નથી.
આર્ટિકલ 15

આયુષ્માન હવે પછી ફિલ્મ ‘આર્ટિકલ 15’માં જોવા મળશે. ભૂમીએ ઉમેર્યું હતું કે, ઘણી વખત એવું બન્યુ છે કે, આયુષ્માને મને કોઈ કામ કરવા માટે પ્રેરિત કરી છે. જેનાથી મને એક કોન્ફિડન્સ મળ્યો છે. છેલ્લે ભૂમિ પેડનેકરની ‘સોનચિરિયા’ ફિલ્મ આવી હતી. જોવાનું એ રહે છે ફિલ્મનો વિષય લોકો પસંદ પડે છે કે નહીં.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2WnevA3
No comments:
Post a Comment