દિયા મિર્ઝાનું કર્યું હતું અપમાન

કરીના કપૂર બોલિવૂડની મોસ્ટ સ્ટાઈલિશ અને ગોર્જિયસ એક્ટ્રેસ છે. કરીના તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને લાડલા તૈમુરના કારણે ચર્ચામાં રહે છે. પ્રેગ્નન્સી પછી કરીનાએ તરત જ ઘટાડેલા વજનના કારણે પણ તે ચર્ચામાં રહી હતી. જોકે, હવે કરીના એક ખાસ કારણના કારણે ચર્ચામાં આવી છે. કરીના કપૂરે એક ઈવેન્ટ દરમિયાન દિયા મિર્ઝાનું ઘોર અપમાન કર્યું હતું. દિયા મિર્ઝાએ જ એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ઈવેન્ટમાં થઈ હતી બબાલ
દિયા મિર્ઝાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,’લખનઉમાં યોજાયેલી એક ઈવેન્ટમાં એક્ટ્રેસિસને નેશનલ ફ્લેગ સાથે કોટન ડ્રેસ પહેરવાનું કહેવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ઉર્મિલા માતોડકર, નમ્રતા શિરોડકર પણ હાજર હતાં. જોકે, આ ઈવેન્ટમાં કરીના હેવી જ્વેલરી સાથે ઘાઘરા-ચોલી પહેરવા ઈચ્છતી હતી. જે તેણે સ્પેશ્યિલ પોતાને માટે ડિઝાઈન કરાવડાવ્યા હતાં.’
શું હતી ઘટના?
દિયાએ જણાવ્યું કે,’એકમાત્ર કરીનાએ જ કોટન સલવાર ડ્રેસ પહેરવાની ના પાડી હતી. નમ્રતા શીરોડકર આ વાતથી ખૂબ જ પરેશાન હતી. મેં નમ્રતાને કહ્યું કે તે ડ્રેસને લઈને બહાર નીકળે જેથી અમે આ મામલાનો એકલા જ ઉકેલ લાવી શકીએ. અચાનક જ કરીનાને કશુંક થયું અને તે મને તાકવા લાગી. તેણે ઉંચા અવાજમાં કહ્યું કે,’તું છે કોણ? તે નમ્રતાને સલાહ આપી. હું આ વાતથી ખૂબ જ અપસેટ થઈ ગઈ અને ત્યાંથી કશુંપણ બોલ્યા વગર જ નીકળી ગઈ હતી.’
દિયા મિર્ઝાને લાગ્યો હતો શોક
દિયાએ આગળ જણાવ્યું હતું કે અડધા કલાક પછી કરીના એવું વર્તન કરી રહી હતી કે જાણે કશું થયું જ નથી. દિયાએ કહ્યું કે,’આશરે અડધા કલાક પછી કરીનાના સિક્યોરિટી જતિને મારા રુમનો દરવાજો ખટખટાવ્યો અને કહ્યું કે કરીના જાણવા ઈચ્છે છે કે હું તૈયાર છું કે નહીં.?’ કરીનાની આવી વર્તણુંકથી દિયા મિર્ઝાને આંચકો લાગ્યો હતો.
‘અજનબી’ દરમિયાન બિપાશા સાથે વિવાદ
નોંધનીય છે કે 2001માં આવેલી ફિલ્મ ‘અજનબી’ના શૂટિંગ દરમિયાન પણ બેબો અને બિપાશા વચ્ચેનો ઝઘડો ચર્ચામાં રહ્યો હતો. જોકે, પછી દિયા મિર્ઝાએ એ પણ ઉમેર્યું હતું કે, ‘હું આવી નાની-નાની બાબતો વિશે વાત કરવા નથી ઈચ્છતી. કરીના ખૂબ સ્વીટ છે.’
from Page Array – I Am Gujarat http://bit.ly/2DMy2CN
No comments:
Post a Comment