Latest

Friday, May 3, 2019

કેનેડાની સિટિઝનશીપ અંગે અક્ષય કુમારે મૌન તોડ્યું, કહ્યુંઃ મને એ જ સમજાતુ નથી કે…

અક્ષયે કર્યો ખુલાસોઃ

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર અત્યારે તેની કેનેડાના નાગરિક હોવા અંગે ખાસ્સી ટીકાનો સામનો કરી રહ્યો છે અને તેને અવારનવાર આ અંગે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. જો કે આજે અક્ષય કુમારે પહેલીવાર તેની કેનેડાની નાગરિકતા અંગે મૌન તોડ્યું હતું અને ટ્વીટર પર ખુલાસો કર્યો હતો.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

નાગરિકતાને લઈને હો હા કેમ?

કુમારે કહ્યું કે તેની નાગરિકતાને લઈને લોકોમાં આટલી નકારાત્મકતા કેમ છે? તેને પોતાના દેશ પ્રત્યે પ્રેમ સાબિત કરવાની કોઈ જરૂર નથી. તેમે કહ્યું કે તેણે ક્યારેય પોતાની કેનેડિયન સિટિઝનશીપ છૂપાડવાનો પ્રયત્ન નથી કર્યો. છેલ્લા સાત વર્ષમાં તેણે કેનેડાની મુલાકાત નથી લીધી.

અહીં ટેક્સ પણ ચૂકવે છેઃ

અક્ષયે વધુમાં કહ્યું કે હું ભારતમાં કામ કરુ છું, મારા બધા ટેક્સ અહીં ચૂકવું છું. મને ક્યારેય મારા દેશ પ્રત્યેનો પ્રેમ સાબિત કરવાની જરૂર નથી. મને એ વાતનું દુઃખ છે કે મારી નાગરિકતાને અવારનવાર બોગસ કોન્ટ્રોવર્સીમાં ઢસેડવામાં આવે છે.

દેશને મજબૂત બનાવવામાં ફાળો આપશેઃ

અક્ષયે જણાવ્યું કે તેની નાગરિકતા એ તેની અંગત, કાયદાકીય અને બિનરાજકીય બાબત છે. આ કારણે અન્ય કોઈને નુકસાન થતું નથી. અંતે તેણે કહ્યું કે તે આ દેશની પ્રગતિમાં બને તેટલી રીતે ફાળો આપશે અને દેશને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2WkSvFN

No comments:

Post a Comment

Pages