રણવીરે પહેર્યું આલ્ફાબેટ શર્ટ

એક્ટર રણવીર સિંહ બોલિવૂડના તેવા સ્ટાર્સમાંથી એક છે. જે તે વાતની બિલકુલ પણ પરવા નથી કરતો કે અન્ય લોકો તેના વિશે શું કહેશે અને શું વિચારે છે. એકબાજુ જ્યાં તેની એક્ટિંગના વખાણ થાય છે તો બીજી બાજુ અનેકવાર તેની ડ્રેસિંગ સ્ટાઈલ અને ફેશન સેન્સના કારણે ટ્રોલ પણ થઈ જાય છે. ફરીથી રણવીર સિંહ સાથે આવું જ થયું છે. (ફોટો સાભાર: Instagram)
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
રણવીરનો હટકે અંદાજ

તાજેતરમાં જ રણવીર સિંહ એક મલ્ટિકલર્ડ શર્ટ અને શોર્ટ્સ પહેરેલો જોવા મળ્યો હતો. જેની પર મોટા અક્ષરમાં આલ્ફાબેટ લખ્યું હતું. કેટલાક ફેન્સને રણવીરનો આ અંદાજ હટકે લાગ્યો તો કેટલાક લોકોએ રણવીરની ટીકા પણ કરી હતી.
‘ડિસ્કવરીવાળા લઈ જશે’

એક યૂઝરે તો ત્યાં સુધી કહી દીધું કે,’બસ કર ભાઈ એક દિવસ ડિસ્કવરીવાળા ઉઠાવીને લઈ જશે’ તમે આ કમેન્ટ ફોટોમાં પણ જોઈ શકો છો.
‘રંગીલો છોરો’ રણવીર
વળી એક યૂઝરે રણવીરને રંગીલો છોરો કહ્યું તો કોઈએ એ પણ પૂછી લીધું કે ભાઈ તુ કયા ગ્રહ પરથી આવ્યો છે.
રણવીરનો બિન્ધાસ્ત અંદાજ

ટ્રોલર્સ ભલે ગમે તેટલું ટ્રોલ કરી લે પરંતુ રણવીરે આ પ્રકારની ટીકાને ક્યારેય સીરિયસલી લીધી જ નથી. એટલે જ તો રણવીર સિંહ ટીકા થવા પર પણ જે મન થાય તે પહેરે છે. આ પહેલા પણ રણવીર અનેક તકે વિચિત્ર કપડા પહેરેલો જોવા મળ્યો છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2J4oN4W
No comments:
Post a Comment