Latest

Tuesday, May 7, 2019

શરૂ થયું ‘સૂર્યવંશી’નું શૂટિંગ, ‘સિંઘમ’, ‘સિમ્બા’ સાથે દેખાયો અક્ષય

શરૂ થઈ ગયું ‘સૂર્યવંશી’નું શૂટિંગ

એ તો બધા જાણે છે કે, રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ અક્ષય કુમાર સાથે બનાવી રહ્યો છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે અને હવે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. ફિલ્મની ટીમે સોમવારે શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ રોહિત શેટ્ટીની પોલીસ ઑફિસરો પર આધારિત ફિલ્મોનો જ એક હિસ્સો છે, જેમાં ‘સિંઘમ’ સિરીઝ અને ‘સિંબા’ શામેલ છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

‘સિંઘમ’, ‘સિમ્બા’ સાથે દેખાયો ‘સૂર્યવંશી’

અજય દેવગણ કે જે રોહિતનો ‘સિંઘમ’ બની ચૂક્યો છે તેણે સોમવારે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી અને લખ્યું કે, ‘અને આ રીતે અમારા યૂનિવર્સનો વિસ્તાર થઈ ગયો…અમારી ગેમ શરૂ.’ આ ફોટોમાં રોહિતની સાથે તમામ ઑનસ્ક્રીન પોલીસ ઑફિસર (રણવીર સિંહ, અજય દેવગણ અને અક્ષય કુમાર) દેખાઈ રહ્યાં છે. તેમની સાથે કરણ જોહર પણ જોવા મળી રહ્યો છે.

અજય-રણવીર કોપ અવતારમાં રહ્યાં સુપરહિટ

‘સિંઘમ’એ બૉક્સ ઑફિસ પર અપાર સફળતા મેળવી હતી. આ જ રીતે રણવીર સિંહ પણ ‘સિંબા’માં એક ટફ પોલીસવાળો બની છવાઈ ગયો હતો. હવે ફેન્સને આવી જ આશા અક્ષયની ‘સૂર્યવંશી’ પાસેથી છે. આ ફિલ્મ દ્વારા રોહિત અને અક્ષય પહેલીવાર સાથે કામ કરવા જઈ રહ્યાં છે અને આ કૉમ્બિનેશનને બ્લોકબસ્ટર માનવામાં આવી રહ્યું છે.

પહેલીવાર સાથે કામ કરી રહ્યાં છે રોહિત-અક્ષય

‘સૂર્યવંશી’ના ડાયલૉગ રાઈટર ફરહાદ સામજીએ મુંબઈ મિરર સાથે વાત કરતા જણાવ્યું કે, ‘જ્યારથી અમે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે ત્યારથી અમે વિચારી લીધું છે કે, ફિલ્મને મોટાપાયે બનાવીશું. અમે રમઝાનના પાવન પર્વ નિમિત્તે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે અને હવે નવા રેકોર્ડ સેટ કરવા અમે તત્પર છીએ.’

ઘણી હટકે અને એન્ટરટેઈનિંગ હશે ફિલ્મ

ફરહાદે આગળ જણાવ્યું કે, ‘સૂર્યવંશી’ ઘણી રીતે હટકે અને એન્ટરટેઈનિંગ ફિલ્મ બનવાની છે. સૌથી ખાસ વાત છે ફિલ્મ માટે અક્ષય-રોહિતની જોડી. ફરહાદ કહે છે કે, તેણે બંને સાથે અલગ-અલગ પ્રૉજેક્ટ્સ પર કામ કર્યું છે એટલે તે દાવા સાથે કહી શકે છે આ બંને કરતા મોટો કૉમ્બો કોઈ હોઈ જ ન શકે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2JkNbyB

No comments:

Post a Comment

Pages