વધી રહ્યો છે પ્રી-વેડિંગ શૂટનો ક્રેઝ

જો તમારા લગ્ન નજીકના ભવિષ્યમાં છે અને તમે પણ પ્રી-વેડિંગ શૂટનું પ્લાનિંગ કરી રહ્યા છો તો દેશના આ સ્થળો વિશે ખાસ જાણી લો. જો તમે અહીં પ્રી-વેડિંગ શૂટ કરાવશો તો લોકો જોતા જ રહી જશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
જેસલમેર

રાજસ્થાનમાં ઉદયપુર પ્રી-વેડિંગ માટે ખૂબ પોપ્યુલર છે પણ ત્યાં તો અનેક લોકો પ્રી-વેડિંગ શૂટ કરાવી ચૂક્યા છે માટે હવે તમે ત્યાંથી આગળ જેસલમેરમાં પ્રી-વેડિંગ શૂટ કરાવી શકો છો. અહીં અનેક કિલ્લા, રણની વચ્ચે તમે ફોટોશૂટ કરાવી શકો છો.
કૂર્ગ

કૂર્ગ નામનું આ રમણીય સ્થળ કર્ણાટકમાં આવેલું છે. અહીં ધોધ પાસે રોમાન્ટિક પ્રી-વેડિંગ શૂટ કરી શકો છો.
કચ્છનું રણ

ગુજરાતમાં જ આવેલા કચ્છના રણમાં પણ પ્રી-વેડિંગ શૂટ યાદગાર સાબિત થશે. અહીં લોકો પ્રી-વેડિંગ શૂટ માટે આવતા નથી એટલે જો તમે અહીં શૂટ કરવા આવશો તો આ ફોટોશૂટ યાદગાર સાબિત થશે.
ખંડાલા

જ્યાં અનેક ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે તેવા ખંડાલામાં પ્રી-વેડિંગ શૂટ એક અલગ જ અનુભવ સાબિત થશે. ખંડાલા મહારાષ્ટ્રમાં આવેલું છે અને લોનાવાલા પણ ત્યાં પાસે જ આવેલું છે.
જબલપુર

જબલપુર મધ્યપ્રદેશમાં આવેલું છે અને અહીં સુંદર ધોધ આવેલા છે. અહીં આવેલા ધોધને ભારતના નાયગ્રા ફૉલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં પ્રી-વેડિંગ શૂટ કરાવશો તો લોકો જોતા જ રહી જશે.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2w05rW4
No comments:
Post a Comment