કોમ્પ્યુટર બાબા કહે સમાધી મે નહીં મિર્ચી બાબએ કહ્યું હતું લેવાનું
ઇંદોરઃ તાજેતરામાં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં ભાપોલામાંથી કોંગ્રેસના ઉમેદવાર અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનો ચૂંટણીમાં વિજય થાય માટે હવન કરવાવાળા કોમ્પ્યુટર બાબા એટલે નામદેવ ત્યાગીનું કહેવું છે કે જો નરેન્દ્ર મોદી રામ મંદિર બનાવશે અને ગંગાની સફાઈ કરશે તો તેઓ ભાજપ અને મોદીનો પણ સપોર્ટ કરશે. તમને જણાવી દઈએ કે કોમ્પ્યુટર બાબા ઉપરાંત મિર્ચી બાબાએ પણ દિગ્વિજય સિંહની જીત માટે યજ્ઞ કર્યો હતો. જેથી તેમની વિરુદ્ધ નિરંજની અખાડાએ કાર્યવાહી પણ કરી હતી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
….તો હું મોદીને પણ સમર્થન આપીશ
કોમ્પ્યુટર બાબાએ કહ્યું કે, ‘હું નરેન્દ્ર મોદીના ભવ્ય વિજય પર શુભેચ્છા આપું છું. અમે સાધુ કોઈ રાજકીય દળ સાથે બંધાયેલા નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં આ દળોની મદદથી યોગદાન આપીએ છીએ.’ તેમને કહ્યું કે ‘સંત સમાજ ભાજપનું સમર્થન કરશે જો વડાપ્રધાન અયોધ્યામાં રામ મંદિર બનાવે અને ગંગા નદીની સફાઈ કરાવે.’
મિર્ચી બાબને સંકલ્પ લેવો ભારે પડ્યો
તેમણે સમાધી લેવાની વાતનું ખંડન કરતા કહ્યું કે મારા માટે કહેવાતી આ વાત તદ્દન વાહિયાત છે. તેમને વધુમાં કહ્યું કે જેમણે સમાધી લેવાની વાત કરી છે તે સ્વામી વૈરાગ્યાનંદ છે. મે સાંભળ્યું છે કે તેમના આવા દાવા પછી પંચાયતી નિરંજની અખાડાએ તેમને આ પ્રકારના નિવેદન માટે અખાડાથી બહાર કરી દીધા છે.
મિર્ચી બાબાને અખાડાએ દેખાડ્યો બહારનો રસ્તો
તમને જણાવી દઈએ કે વૈરાજ્ઞાનંદ પર તાત્કાલિક કાર્યવાહી કરતા અખાડાએ તેમની પાસેથી મહામંડલેશ્વરની પદવી પણ છીનવી લીધી છે. તેમજ તેમને અખાડામાંથી બહાર કરી દીધા છે. મહત્વનું છે કે મિર્ચી બાબાએ મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહની ચૂંટણીમાં જીત માટે મરચાનો યજ્ઞ કર્યો હતો. તેમજ ભોપાલ જઈને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો વિરોધ કરવો મિર્ચી બાબાને ભારે પડી ગયો હતો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2QohlT4
No comments:
Post a Comment