Latest

Wednesday, May 22, 2019

ટીવી પર કેમ વારંવાર ‘સૂર્યવંશમ’ દેખાડવામાં આવે છે? હવે બીગ બીએ આપ્યો જવાબ

ટીવી પર વારંવાર બતાવાય છે ‘સૂર્યવંશમ’

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સૂર્યવંશમ’ બોલિવુડની કેટલીક પોપ્યુલર ફિલ્મોમાંથી એક છે. તેમની આ ફિલ્મ છેલ્લા ઘણા વર્ષોથી વારંવાર બતાવવામાં આવે છે. ફિલ્મે ન માત્ર મોટા પડદાં પર અઢળક કમાણી કરી પરંતુ નાના પડદાં પર વારંવાર જોયા છતાં લોકો તેનાથી કંટાળ્યા નથી. કેટલાક લોકોનો આરોપ છે કે ફિલ્મને બળજબરીથી ટીવી પર વારંવાર બતાવવામાં આવે છે. જો કે બિગબી એ પોતે આ અંગે જવાબ આપ્યો છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

અમિતાભ બચ્ચને કર્યું રીટ્વીટ

અભિતાષ બચ્ચને એક ટ્વીટને રીટ્વીટ કરી. જેમાં યૂઝરે લખ્યું હતું કે, ‘આ એક મોટી ભૂલ છે કે સૂર્યવંશમ સોની ટીવી પર બળજબરીથી દર્શકોને વારંવાર બતાવવામાં આવે છે. આ વાત હકીકત છે કે તેની હાઈ રેટિંગના કારણે તેને વારંવાર પ્રસારિત કરવામાં આવે છે. સેટ મેક્સ અને સોનીએ એક નિવેદન જાહેર કરી છેલ્લા 20 વર્ષોમાં બનેલા આ રેકોર્ડ પર સ્પષ્ટતા કરવી જોઈએ’.

ફિલ્મમાં ડબલ રોલમાં હતા બીગ બી

વર્ષ 1999માં રિલીઝ થયેલી ફિલ્મ સૂર્યવંશમમાં અભિતાભ બચ્ચને ડબલ રોલ કર્યો હતો. જેમાં પિતા અને પુત્ર એમ બંનેનો રોલ તેમણે કર્યો હતો. એક અભણ દીકરો પોતાના પિતાના સપનાઓ ન પૂરા કરી શકતાં અને વારંવાર હડધૂત થયા બાદ પોતાને સાબિત કરવા નીકળી પડે છે, તેવી આ ફિલ્મની સ્ટોરી છે. 7 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મે કુલ 12 કરોડ 65 લાખ રૂપિયાનો વકરો કર્યો હતો.

‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે મહાનાયક

વર્ક ફ્રંટની વાત કરીએ તો અભિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કામ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો લૂક કેવો હશે તેને લઈને ફેન્સ પણ રાહ જોઈ રહ્યા છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2JBdDoC

No comments:

Post a Comment

Pages