Latest

Monday, May 13, 2019

દીદીને શાહનો પડકાર, “કોલકાતા આવું છું, હિંમત હોય તો ધરપકડ કરી લેજો”

અમિત શાહનો CM મમતાને પડકાર

જૉયનગરઃ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે જીભની લડાઈ વધારે તેજ બની ગઈ છે. જાધવપુરમાં અમિત શાહે રેલી રદ કર થયા બાદ ભાજપે મમતા બેનર્જી પર વાર કરવાનું શરુ કરી દીધું છે. બીજી તરફ, શાહે બંગાળમાં આજે મમતા દીદી પર વાકબાણ ચલાવ્યા છે. શાહે જૉયનગર લોકસભા બેઠક પર રેલી દરમિયાન જય શ્રીરામના નારા લાગાવ્યા અને ચેતવણી આપવાના અંદાજમાં કહ્યું કે, તેઓ કોલકાતા આવી રહ્યા છે, મમતા દીદી હિંમત હોય તો મારી ધરપકડ કરીને બતાવો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

અમિત શાહના મંચ પર આવતા જ જય શ્રીરામના નારા લગાવ્યા અને લોકોએ પણ સાથ આપ્યો. અમિત શાહે કહ્યું- “હું જય શ્રીરામ બોલી રહ્યો છું અને અહીંથી કોલકાતા જઈ રહ્યો છું. મમતા દીદી તમારામાં હિંમત હોય તો અરેસ્ટ કરી લેજો.”

શાહને રેલીની મંજૂરી ના અપાઈ

અમિત શાહે કહ્યું- કે તેમની પશ્ચિમ બંગાળમાં ત્રણ રેલીઓ હતી. તેમાં જાધવપુરમાં રેલી માટે આવવાનું હતું. શાહે કહ્યું- “જાધવપુર બેઠક મમતા બેનર્જીના ભત્રીજાની બેઠક છે માટે તેમણે મને રેલીની મંજૂરી ના આપી. બોલાવા દો કે ના બોલવા દો, બંગાળની જનતા નક્કી કરી ચૂકી છે કે લોકસભા ચૂંટણીમાં ટીએમસીને હરાવવાની છે.”

“ભત્રીજા સાથે ટેક્સ લઈ રહ્યા છે મમતા”

ભાજપ અધ્યક્ષ મમતા બેનર્જી અને તેમનો ભત્રીજા પર વાર કરીને તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ પોતાના ભત્રીજાની સાથે મળીને સિન્ડિકેટ બનાવી છે. લોકો પાસે વગર કારણે ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યં કે, મમતા “ભત્રીજો ટેક્સ” લઈ રહ્યા છે.

“ભાજપની સરકાર આવો તો શાનથી થશે દુર્ગા પૂજા”

અમતિ શાહે કહ્યું- દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળની ઓળખ છે. મમતા બેનર્જીએ દુર્ગા પૂજા કરવા પર રોક લગાવી દીધી છે. સરસ્વતી પૂજા કરે તો મમતાના ગુંડા મારામારી કરે છે. શ્રીરામ નથી બોલી શકતા, કારણ કે મમતા દીદીને ઘૂસણખોરોના મત જોઈએ છે.” આ દરમિયાન તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપને 23 લોકસભા બેઠક મળી તો ફરીથી અહીં શાન સાથે દુર્ગા પૂજા થશે કારણ કે ભાજપ અહીં આવો માહોલ આપશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/30f1Am2

No comments:

Post a Comment

Pages