કેદારનાથમાં બરફ વર્ષાઃ

ભારતમાં કેદારનાથ ખૂબ જ પવિત્ર યાત્રાધામ મનાય છે. તેના કપાટ 9 મેના રોજ ખૂલ્યા હતા અને આ સાથે જ કેદારનાથ વિસ્તારમાં બરફ વર્ષા થઈ છે. કેદારનાથમાં આવેલા પ્રાચીન શિવ મંદિરના દર્શન માટે આખા દેશમાંથી લોકો આવે છે. ઉલ્લેખનીય છે કે અખાત્રીજના દિવસથી યાત્રીઓ માટે ચારધામ યાત્રા શરૂ કરાઈ હતી અને કેદારનાથ મંદિર ફરી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું હતું.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
પગપાળા યાત્રા રોકી દેવાઈઃ
Uttarakhand: Visuals from near Kedarnath Temple, in Kedarnath, as the area receives fresh snowfall. pic.twitter.com/jChBqlgizA
— ANI (@ANI) May 11, 2019
ANIના ટ્વીટ મુજબ કેદારનાથ અને નજીકના વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે. ન્યુઝ એજન્સીએ ફોટોઝ પણ શેર કર્યા છે. બરફ વર્ષા થતા લોકો છત્રી લઈને દર્શન કરવા લાઈનમાં ઊભા હતા. બરફ વર્ષાને કારણે રસ્તા પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી. રવિવારે ભારે બરફ વર્ષાના પગલે પગપાળા યાત્રા રોકી દેવાઈ હતી. હવામાન સુધરતા યાત્રા ફરી શરૂ કરાઈ હતી. શનિવારે મોડી રાત્રે બરફ વર્ષા થતા દોઢ હજાર જેવા યાત્રીઓને પોલીસે લિનચોલીમાં રોકી દીધા હતા.
જવાન દેવદૂત સાબિત થયાઃ

આવી પરિસ્થિતિમાં SRDFના જવાન લોકો માટે દેવદૂત સાબિત થઈ રહ્યા છે. જવાનો બાળકોને પણ ઊંચકીને સુરક્ષિત રીતે આગળ લઈ જઈ રહ્યા છે. લપસણા રસ્તામાં તેઓ બરફ હટાવીને લોકોની મદદ કરતા જોવા મળે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2VhSBwx
No comments:
Post a Comment