સૈફ અલી ખાનની ફિલ્મનું પોસ્ટર રિલીઝ

થોડા દિવસો અગાઉ કહેવાયું હતું કે સૈફ અલી ખાન અપકમિંગ ફિલ્મમાં નાગા સાધુના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને એક્ટર શરૂથી ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મના ફર્સ્ટ લૂક જારી કરી દેવાયો છે. સામે આવેલા પોસ્ટરમાં સ્પષ્ટ છે કે એક્ટર એકવાર ફરીથી લોકોને પોતાની એક્ટિંગથી હેરાન કરવાનો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પહેલીવાર નાગા સાધુના પાત્રમાં જોવા મળશે
Raakh se janmaa… Raakh ho jaane ko #LaalKaptaan #HuntBegins6thSeptember#ErosNow | #SaifAliKhan | @aanandlrai | @nopisingh | @zyhssn | @deepakdobriyal | #ManavVij | @cypplOfficial | @ErosIntlPlc pic.twitter.com/SoIdEK2ptS
— Eros Now (@ErosNow) May 20, 2019
સૈફ અલી ખાનની આ ફિલ્મ આ વર્ષે 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ એક પીરિયડ ડ્રામા પર હશે જેમાં સૈફ એક રસપ્રદ પાત્ર ભજવવાનો છે. પોસ્ટર રિલીઝથી પહેલા પોતાના પાત્રનો ખુલાસો કરતા એક્ટરે જણાવ્યું હતું કે તે પોતાની અપકમિંગ ફિલ્મને લઈને ખૂબ તૈયારી કરી રહ્યો છે. ફિલ્મમાં તેનું પાત્ર નાગા સાધુનું છે અને તેને નવદીપ સિંહ ડિરેક્ટ કરી રહ્યા છે.
પ્રોડ્યૂસરે કરી સૈફની એક્ટિંગના વખાણ

હાલમાં આ ફિલ્મના પ્રોડ્યૂસર સુનીલ લુલ્લાએ જણાવ્યું કે સૈફ એક ગિફ્ટેડ એક્ટર છે અને તેને સ્ક્રિપ્ટમાં પોતાનું ટેલેન્ટ બતાવવાની તક મળી રહી છે.
‘હંટર’માંથી ‘લાલ કપ્તાન’ નામ કરાયું

તેમણે જણાવ્યું કે ‘લાલ કપ્તાન’ તેમના કરિયર માટે ખૂબ જ ખાસ રહેવાની છે. સાથે જ આ ફિલ્મના ડ્રામેટિક પાત્ર અને એન્ટરટેઈનિંગ સ્ટોરી માટે તે બિલકુલ પરફેક્ટ છે. જણાવી દઈએ કે ફિલ્મના આનંદ એલ રાય પણ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટને લઈને તેમણે જણાવ્યું કે અમને સંપૂર્ણ વિશ્વાસ છે. ફિલ્મનું નામ પહેલા હંટર રખાયું હતું, પરંતુ નિર્માતા ખુશ ન હોવાના કારણે બાદમાં તેનું નામ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2HtcMUB
No comments:
Post a Comment