Latest

Thursday, May 30, 2019

આ ગુજરાતી ફિલ્મના માધુરી દીક્ષિતે કર્યા ભરપેટ વખાણ, જાણો શું કહ્યું?

ધૂમ મચાવી રહી છે ‘ચાલ જીવી લઈએ’

ડિરેક્ટર વિપુલ મહેતાની ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ને 100 દિવસ કરતાં પણ વધારે સમય થયો છે. આ ફિલ્મ હજુ પણ થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. ભારત ઉપરાંત આ ફિલ્મ વિદેશમાં પણ સારી કમાણી કરી રહી છે. તાજેતરમાં જ ‘ચાલ જીવી લઈએ’એ પ્લેટિનમ ગ્રોસિંગ ક્લબમાં એન્ટ્રી મેળવી હતી. હવે બોલિવૂડની ધક ધક ગર્લ માધુરીએ પણ આ ફિલ્મના વખાણ કર્યાં છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

શું કહ્યું માધુરીએ?

બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે ચાલ જીવી લઈએના વખાણ કર્યાં હતાં. માધુરી દીક્ષિતે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે,’મેં ચાલ જીવી લઈએ જોઈ. સિમ્પલ પણ અસરકારક સ્ટોરીલાઈન સાથે આ ફિલ્મનું ડિરેક્શન, સિનેમેટોગ્રાફી અને મ્યુઝિક…..આ બધું જ બસ જકડી રાખે છે. વિપુલ મહેતા અને સચિન જીગરને આ ફિલ્મ માટે સલામ.’

સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ

આ ફિલ્મ રીલિઝ થઈ તેને 100 દિવસ થયાં પછી પણ ઓડિયન્સ ફિલ્મ જોવા માટે થિયેટરમાં જઈ રહી છે. કોકોનટ મોશન પિક્ચર્સના પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઈતિહાસની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે.

આવી છે સ્ટોરી

આ ફિલ્મ એક બાપ અને દીકરા વચ્ચેનું હૃદયસ્પર્શી બોન્ડિંગ દર્શાવે છે. જેમાં દર્શકો લાગણીમાં તરબોળ થઈ જાય છે. આ ફિલ્મમાં યશ સોની અને સિદ્ધાર્થ રાંદેરિયા વચ્ચેની કેમિસ્ટ્રી તેમજ આરોહી પટેલની ચુલબુલી એક્ટિંગ લોકોને ખૂબ ગમી રહી છે. આ ફિલ્મ ઓવરસીઝ માર્કેટમાં પણ સારી કમાણી કરી રહી છે. ફિલ્મની સફળતા વિશે રશ્મીન મજીઠીયાએ જણાવ્યું હતું કે,’પ્રાદેશીક અને મેઈનસ્ટ્રીમ ઓડિયન્સ માટે અન્ય ભાષામાં પણ આ ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યાં છીએ.’

બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન

આ ફિલ્મનું ડિરેક્શન વિપુલ મહેતાએ કર્યું છે અને સિદ્ધાર્થ રાંદેરિયા તથા ‘છેલ્લો દિવસ’ ફેમ યશ સોની અને ‘લવની ભવાઈ’ ફેમ આરોહી પટેલ લીડ રોલમાં છે. આ ફિલ્મનું મ્યુઝિક પણ સારુ છે. ફિલ્મનું મ્યુઝિક સચિન-જીગરે કમ્પોઝ કર્યું છે. લીડ એક્ટર્સની શાનદાર એક્ટિંગ, સુંદર ડિરેક્શન અને માઉથ પબ્લિસિટીના જોરે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરવામાં સફળ રહી છે.



from Dhollywood News in Gujarati: Latest Dhollywood News, Read Breaking Dhollywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2Wf27pK
via IFTTT

No comments:

Post a Comment

Pages