Latest

Wednesday, May 1, 2019

યુવકે ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ, ગુજરાતી સિંગરની ધરપકડ

અમદાવાદઃ વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાં ગુજરાતી સિંગર ભૂમિ પંચાલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સિંગર ભૂમિ પંચાલ અને તેના ભાઈ તેમજ પિતાએ એક યુવકને સમાધાન માટે બોલાવીને ઢોરમાર માર્યો હતો. જે બાબતે યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વસ્ત્રાલમાં જ રહેતી ગુજરાતી સિંગર ભૂમિ પંચાલ સહિત ચાર અન્ય વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

રુપિયાની લેવડદેવડ બાબતે થઈ હતી બબાલ
વસ્ત્રાલમાં રહેતી ગુજરાતી સિંગર ભૂમિ પંચાલની ઓળખાણ ગીતાપાર્ક સોસાયટીમાં રહેતા અમિત વાળંદ નામના યુવક સાથે થઈ હતી. બે દિવસ પહેલા અમિત સાથે રુપિયાની લેવડ દેવડ મામલે સમાધાન કરવા માટે તેને વસ્ત્રાલના સુરેલિયા સર્કલ પાસે બોલાવ્યો હતો. આ દરમિયાન ભૂમિના પિતા અને ભાઈએ તેને અપશબ્દો કહીને ઢોરમાર માર્યો હતો. આ બાબતે યુવકને મનમાં ડંખ રહી ગયો હતો. જેથી તેણે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ખોટા કેસમાં ફસાવવાની નોંધાઈ ફરિયાદ
ભૂમિ પંચાલ તેમજ તેના પિતા અને ભાઈ સામે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. પોલીસે ભૂમિના પિતા, ભાઈ તેમજ મિત્રની પણ ધરપકડ કરી છે. જ્યારે હાલ અમિતને સારવાર માટે એલ જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2GKGC5y

No comments:

Post a Comment

Pages