લક્ષદ્વીપના સુંદર નજારા

કેંદ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ નાના-નાના ટાપુઓનો સમૂહ છે. ભારતમાં પ્રવાસન અને સમુદ્ર કિનારાના સુંદર નજારા માટે લક્ષદ્વીપ જાણીતું છે. જો કે, આજકાલ આ ટાપુ રાજકારણને લીધે ચર્ચામાં છે. અહીં જણાવીશું લક્ષદ્વીપના એ ખૂબસુરત આઈલેન્ડ વિશે જેના કારણે દેશની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ક્યાં છે બંગારામ આઈલેન્ડ?

ખાડી અને સમુદ્રથી ઘેરાયેલો લક્ષદ્વીપનો ખૂબસુરત આઈલેન્ડ છે બંગારામ. એકદમ શાંત અને અદ્ભૂત સ્થળ છે બંગારામ આઈલેન્ડ. પ્રવાસીઓની આંખોને ટાઢક અને મનને શાંતિ આપતું સ્થળ છે. કેરળના રાજ્ય કોચ્ચીથી લગભગ 470 કિલોમીટર દૂર આવેલો છે.
શું છે ખાસિયત?

બંગારામ આઈલેન્ડ સુંદર નજારા માટે જાણીતો છે. આ ટૂરિસ્ટ સ્પોટ વિદેશી સહેલાણીઓ વચ્ચે ખૂબ પ્રખ્યાત છે. આ આઈલેન્ડનું કાચ જેવું પાણી, સોનાની જેમ ચમકતી રેતી, અફાટ દરિયો અને પ્રાકૃતિક સૌંદર્ય તમારું મન મોહી લેશે. આ તમામ બાબતો આઈલેન્ડની ખૂબસુરતી વધારે છે.
હનીમૂન માટે બેસ્ટ પ્લેસ

જો સમુદ્ર કિનારે કોઈ સ્વર્ગ જેવી જગ્યા પર હનીમૂન પ્લાન કરવા માગો છો તો બંગારામ દ્વીપ તમારી ક્ષણોને યાદગાર બનાવી શકે છે. અહીં તમે વોટરસ્પોટ એન્જોય કરી શકો છો.
ક્યારે જવું જોઈએ?

બંગારામ આઈલેન્ડ એટલો ખૂબસુરત છે કે તમે અહીં ગમે ત્યારે જઈ શકો છો. દેશના બાકીના ભાગમાં બદલતી ઋતુની અહીં અસર નથી થતી. જો કે, ચોમાસામાં બંગારામ દ્વીપ પર જવું રોમાંચક રહેશે. વેકેશન માટે આ સીઝન બેસ્ટ છે.
વાંચો, બીચ પર ફરવા જવું છે? તો ગોવા નહીં લક્ષદ્વીપ જવાનો પ્લાન બનાવો
કેવી રીતે જશો?

ચેન્નાઈ, કોચ્ચી અને બેંગલુરુથી લક્ષદ્વીપના અગત્તી આઈલેન્ડ માટે સીધી ફ્લાઈટ લઈ શકો છો. અગત્તી આઈલેન્ડથી સ્પીડ બોટ દ્વારા થોડી જ મિનિટોમાં બંગારામ ટાપુ પર પહોંચી જશો. આ સફર શાનદાર અનુભવ કરાવશે.
આ રીતે કરો ટૂર પ્લાન

બંગારામ આઈલેન્ડના પ્રવાસે જવાનો વિચાર હોય તો બુકિંગ ટ્રાવેલ એજન્ટ પાસે જ કરાવો. કારણકે અહીં જવા માટે સ્પેશિયલ પરમિટની જરૂર હોય છે, જે ટ્રાવેલ એજન્ટ સરળતાથી અપાવી શકે છે. અહીં રોકડ સાથે રાખો અને ખાવાપીવાની વસ્તુ પણ લઈ જવી.
લાંબુ રોકાવું હોય તો…

વધારે દિવસ બંગારામ આઈલેન્ડ પર રોકાવવા માગો છો તો સૌથી પહેલા કોટેજ બુક કરાવી લેવો. તમને ભાવતું ફાસ્ટફૂડ અને BSNLનું સિમ કાર્ડ સાથે રાખવું. કારણકે અહીં બીજા કોઈપણ નેટવર્કના સિમ કાર્ડ ચાલતા નથી અને જમવાના વિકલ્પ પણ ઓછા છે.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2HbhXat
No comments:
Post a Comment