નવી દિલ્હી/અમેઠી: લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 51 બેઠકો પર વોટિંગ ચાલી રહ્યું છે, ત્યારે હાઈ પ્રોફાઈલ અમેઠી બેઠક પર વોટિંગની સાથે શાબ્દિક લડાઈ પણ શરુ થઈ ગઈ છે. રાહુલના સંસદીય ક્ષેત્રમાં તેમની સામે ચૂંટણી લડી રહેલાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક વીડિયો પર રાહુલ ગાંધીને નિશાન પર લીધા છે. સ્મૃતિનો આરોપ છે કે અમેઠીમાં રાહુલ બૂથ કેપ્ચરિંગની કોશીશોમાં વ્યસ્ત છે.
હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો
हाथ पकड़कर जबरदस्ती पंजा पर धर दिहिन हम देहे जात रहिन कमल पर ( कमल पर देना चाहती थी, जबरदस्ती पंजा पर डलवा दिया)
यह मामला गौरीगंज के गूजरटोला बूथ नंबर 316 का है जहाँ पीठासीन अधिकारी ने जबरदस्ती कांग्रेस को डलवा दिया ।।@smritiirani @ECISVEEP @AmethiDm pic.twitter.com/RR9jv4pUF0
— Chowkidar Vivek Maheshwari (@im_VMaheshwari) May 6, 2019
અમેઠીમાં એક વૃદ્ધ મહિલાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે આરોપ લગાવી રહી છે કે તેની પાસે જબરજસ્તી કોંગ્રેસને વોટ અપાવવામાં આવ્યો છે. સ્મૃતિએ આ વીડિયો દ્વારા રાહુલ પર સવાલ ઉઠાવ્યો છે, અને ચૂંટણી પંચને ટ્વીટર પર ફરિયાદ કરી છે. આ વીડિયોને @im_VMaheshwari નામના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરાયો છે, જેમાં ગૌરીગંજના ગુજરટોલા બુથ નંબર 316માં એક અધિકારીએ વોટિંગ કરવા ગયેલા વૃદ્ધા પાસે જબરજસ્તી કોંગ્રેસને મત અપાવ્યો હોવાનો દાવો કરાયો છે.
Smriti Irani: I tweeted an alert to administration and EC(alleging booth capturing in Amethi), hope they take action. People of the country have to decide whether this kind of politics of Rahul Gandhi should be punished or not pic.twitter.com/v0hkw3HA6u
— ANI UP (@ANINewsUP) May 6, 2019
સ્મૃતિએ કોંગ્રેસ પર હલકી કક્ષાનું રાજકારણ કરવાનો આરોપ મૂકતા કહ્યું છે કે અમેઠીમાં એક વ્યક્તિનો હોસ્પિટલમાં માત્ર એટલા માટે ઈલાજ ન કરાયો કારણકે તેની પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હતું, અને આ હોસ્પિટલમાં રાહુલ ગાંધી ટ્રસ્ટી છે.
Smriti Irani: A person died as he was denied treatment at hospital where Rahul Gandhi is trustee,in Amethi just because he had Ayushman Bharat card. Ye parivaar itna ghinona hai ki ek nirdosh ko maut ke ghat utarne ko taiyar hai sirf isliye kyunki unhe apni rajneeti pyari hai pic.twitter.com/DersIyWwxs
— ANI UP (@ANINewsUP) May 6, 2019
પ્રિયંકા ગાંધી પર પણ વરસતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા પ્રિયંકાને મારું નામ પણ ખબર નહોતી. આજે તેઓ મારું નામ જ લેતા રહે છે. આજકાલ તે પોતાના પતિનું નામ પણ મારા નામ કરતા ઓછું લે છે. બીજી તરફ, જે વ્યક્તિનું મોત થયાનો સ્મૃતિએ દાવો કર્યો છે તે હોસ્પિટલના ડિરેક્ટરે આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે.
Smriti Irani,BJP candidate from Amethi on Priyanka Gandhi Vadra: She did not know my name 5 years back, now she keeps taking my name, such an accomplishment. Nowadays she takes her husband's name less and my name more. pic.twitter.com/e8cJBvKI5E
— ANI UP (@ANINewsUP) May 6, 2019
સંજય ગાંધી હોસ્પિટલના નિર્દેશક એસ.એમ. ચૌધરીએ કહ્યું હતું કે, આયુષ્યમાન યોજના હેઠળ અત્યારસુધી 200 દર્દીઓનો ઈલાજ કરાયો છે, જે દર્દીની વાત કરાઈ રહી છે તે પોતાની પાસે કાર્ડ લઈને નહોતો આવ્યો. આ યોજના હેઠળ કોઈપણ દર્દીનો ઈલાજ કાર્ડ વિના નથી કરી શકાતો.
SM Choudhary, Director Sanjay Gandhi Hospital, Amethi: The concerned patient did not bring the Ayushman Bharat card with him, under this scheme a patient cannot be admitted without the card. https://t.co/T6XmpSkagq
— ANI UP (@ANINewsUP) May 5, 2019
from Page Array – I Am Gujarat http://bit.ly/2WqtPMn
No comments:
Post a Comment