Latest

Monday, May 6, 2019

બહારથી લાવવાના બદલે આ રીતે ઘરે જ ઘી બનાવશો તો સસ્તું પડશે

ઘરે જ બનાવો ઘી

ઘીવાળી ગરમ-ગરમ રોટલી કે પરાઠા ખાવાની મજા પડે છે. શુદ્ધ ઘીમાં તૈયાર કરેલી મીઠાઈનો સ્વાદ દાઢમાં રહી જાય છે. જે પણ રેસિપીમાં ઘી નાખો વાનગીનો સ્વાદ વધી જાય છે. સામાન્ય રીતે ઘણાં લોકોને ઘરે ઘી બનાવવું માથાના દુઃખાવા જેવું લાગે પરંતુ ઘરનું ઘી એકદમ શુદ્ધ હોય છે અને આપણી આંખોની સામે જ બન્યું હોવાથી ભેળસેળિયું હોવાની ચિંતા પણ નથી રહેતી. બહારથી મોંઘું ઘી લાવવાને બદલે ઘરે જ ઘી સરળતાથી બનાવી શકાય છે.

સામગ્રી

મલાઈ
1-2 ચમચી દહીં
એક કપ પાણી
3-4 બરફના ટુકડા

બનાવવાની રીત

 

એક બાઉલમાં દરરોજ દૂધમાં થતી મલાઈ ભેગી કરો. આ બાઉલને ફ્રીજમાં રાખવો. જ્યારે તમારી પાસે પૂરતી મલાઈ ભેગી થઈ જાય ત્યારે બાઉલને ફ્રીજમાંથી બહાર કાઢો. મલાઈનો બાઉલ નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય એટલે તેમાં દહીં મિક્સ કરો અને આખી રાત રહેવા દો. બીજા દિવસે મલાઈમાં એક કપ પાણી અને બરફના ટુકડા ઉમેરી ગ્રાઈન્ડર ફેરવી ક્રશ કરી દો. માખણ અને પાણી છૂટું પડે ત્યાં સુધી ગ્રાઈન્ડર ફેરવો.

બનાવવાની રીત

હવે ભેગા થયેલા માખણને પાણીથી 3-4 વખત ધોઈ લો. હવે એક કઢાઈ લો અને તૈયાર કરેલા સફેદ માખણને ધીમા તાપે ગરમ થવા મૂકો. માખણ પીગળતું જશે એટલે તેમાં પરપોટા થવાના શરૂ થશે. હવે આ મિશ્રણમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો જેથી ચોંટી ન જાય. ઘી બની જાય એટલે ગળણીથી ગાળી લો જેથી બગરી અલગ નીકળી જાય. આ ઘીની ડબ્બામાં ભરેલી અને રોજ ખાવામાં જલસાથી ઉપયોગ કરો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2DSwXZW

No comments:

Post a Comment

Pages