Latest

Friday, May 17, 2019

મણિરત્નમની આ ફિલ્મમાં લાલચુ યુવતીનો રોલ કરશે એશ્વર્યા રાય બચ્ચન

આ ફિલ્મમાં કરશે નેગેટિવ રોલ

‘રાવણ’, ‘રગાસિયમ’, ‘ગુરુ’ અને ‘ઈરુવર’ જેવી મણિરત્નમની ફિલ્મમાં કામ કરી ચૂકેલી બચ્ચન બહુ ફરી એક વખત ‘પન્નીની સેલ્વમ’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને મણિરત્ન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તે લીડરોલ કરી રહી છે પણ તે નેગેટિવ રોલમાં જોવા મળશે. ‘પોન્નીની સેલ્વમ’ ફિલ્મ પીરિયોડિક ડ્રામા છે. જેમાં દસમી સદીના કોઈ ચોલ રાજાની વાર્તા છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ચોલ રાજા તમામ મુશ્કેલીઓનો સામનો કરીને સમ્રાટ બને છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પત્નીના રોલમાં

આ ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન પરિયા પઝુવેત્તારય્યરની પત્નીના રોલમાં જોવા મળશે. જેણે ચોલ સામ્રાજ્યના ચાંસેલર અને કોષાધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. નંદિની એક મિસ્ટિરિયર વુમન છે. જે પતિ સાથે મળીને ચોલ સામ્રાજ્યનો અંત કરવા પ્લાનિંગ શરુ કરે છે. આમ, તે બદલો લઈ રહી છે. આ એક રિબેલ સ્ટોરી છે. એશ્વર્યા રાય સાથે મોહનબાબુ જોવા મળશે. જોકે, આ પહેલા પણ એશ કોઈ નેગેટિવ રોલ પ્લે કરી ચૂકી છે.

આ ફિલ્મો કર્યા છે નેગેટિવ રોલ

આ પહેલા વર્ષ 2005માં આવેલી ફિલ્મ ‘ખાખી’ અને વર્ષ 2006માં આવેલી ફિલ્મ ‘ધુમ-2’માં નેગેટિવ રોલ પ્લે કરી ચૂકી છે. એશ્વર્યાએ મણિરત્નમની ફિલ્મ ઈરુવરથી પોતાના ફિલ્મી કેરિયરની શરુઆત કરી હતી. ‘પોન્નીની સેલ્વમ’ એક ઐતિહાસિક ઉપન્યાસ પર આધારિત છે. આ વર્ષના અંત સુધીમાં આ ફિલ્મનું શુટિંગ શરુ થઈ જશે. જેમાં એશ્વર્યાનું પાત્ર એક લાલચું યુવતીનું છે. જે પોતાની ચતુરાઈથી સમગ્ર સામ્રાજ્યનો નાશ કરી નાંખે છે.

આ હતી છેલ્લી ફિલ્મ

આ પહેલા તેની ફિલ્મ ‘ફેની ખાન’ આવી હતી. જે બોક્સઓફિસ પર ખાસ ચાલી ન હતી. આ નવી ફિલ્મને લઈને તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. ફિલ્મનો લોકેશન પણ હવે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2w1XZd4

No comments:

Post a Comment

Pages