આ કાર્સ મળી રહ્યું છે 2 લાખ સુધીની ડિસ્કાઉન્ટ

એપ્રિલમાં નિરાશાજનક સેલ બાદ ઑટોમોબાઈલ નિર્માતા કંપની હોન્ડા (Honda) પોતાની કાર્સ પર ડિસ્કાઉન્ટ અને અન્ય બેનિફિટ્સ ઑફર કરી રહી છે. સેલ બૂસ્ટ કરવા માટે કંપની આ મહિને પોતાના ઘણા મોડલ્સ પર ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે. કંપની હોન્ડા અમેઝ, બીઆર-વી, સીઆરવી-વી જેવી કાર્સ પર 2 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
Honda CR-V

આ કાર પર કંપની 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કાર 2004થી ભારતીય બજારમાં છે. લેટેસ્ટ વર્ઝનમાં ડીઝલ એન્જિનનો ઑપ્શન પણ આપવામાં આવ્યો છે.
Honda BR-V

આ કાર પર કંપની કુલ 1.10 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને બેનિફિટ્સ ઑફર કરી રહી છે. આ MPVને મારુતિ સુઝુકી એર્ટિગા તરફથી ટફ કૉમ્પિટિશન મળી રહી છે.
Honda City

આ કારને પ્રથમ વખત 1998મા લૉન્ચ કરવામાં આવી હતી. આ કાર પર કંપની 57,000 રૂપિયા સુધીના બેનિફિટ્સ અને ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે.
Honda Jazz

આ કાર પર 45 હજાર રૂપિયા સુધીના બેનિફિટ્સ અને ડિસ્કાઉન્ટ્સ આપવામાં આવી રહ્યાં છે. ભારતીય બજારમાં આ કારની ટક્કર મારુતિ સુઝુકીની બલેનો અને હ્યુન્ડાઈ i20 સાથે છે.
Honda WR-V

હોન્ડા WR-V પર પણ કંપની 45,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ અને બેનિફિટ્સ ઑફર કરવામાં આવી રહ્યાં છે. આ કારમાં 90bhp, 1.2 લીટર પેટ્રોલ અને 100hp, 1.5 લીટર ડીઝલ એન્જિન ઑપ્શનમાં મળે છે.
from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat http://bit.ly/2Hs9TDG
No comments:
Post a Comment