ભાજપના ઉમેદવારથી પાછળ ઉર્મિલા

લોકસભા ચૂંટણી 2019ના અનુમાનોને જોતા ઉર્મિલા માતોડકર હારી જશે તેવું નક્કી માનવામાં આવે છે. ઉર્મિલા ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટીથી 2.50 લાખ મતથી પાછળ છે. પોતાની હાર ભાળી ગયેલી ઉર્મિલાએ ઈવીએમ મશીનમાં ગડબડીનો આરોપ લગાવ્યો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ચૂંટણી પંચમાં કરી ફરિયાદ
On the form of EVM 17C from Magathane, the signatures and the machine numbers are different. A complaint has been filed with the Election Commission.
— Urmila Matondkar (@OfficialUrmila) May 23, 2019
આટલું જ નહીં પરંતુ ઉર્મિલાએ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવી છે. આ વાતની જાણકારી તેણે ટ્વીટ કરી હતી. ઉર્મિલા માતોડકરે લખ્યું હતું કે,’મગાથાણેના ઈવીએમ 17સીના ફોર્મના સિગ્નેચર અને મશીન નંબરમાં ફરક છે. આ મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.’
ઉત્તર મુંબઈમાંથી મળી હતી ટિકિટ

નોંધનીય છે કે ચૂંટણી પહેલા ઉર્મિલાએ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. ઉત્તર મુંબઈની સીટ પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસે ઉર્મિલાને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે આ સીટ પરથી ઉર્મિલાને ટક્કર આપવા માટે ગોપાલ શેટ્ટીને મેદાનમાં ઉતાર્યા હતાં. મુંબઈના રસ્તાઓ પર ઉર્મિલાએ લાવણી ડાન્સ પણ કર્યો હતો અને ક્રિકેટ પણ રમી હતી.
માનવામાં આવે છે ભાજપનો ગઢ

નોંધનીય છે કે 2004માં એક્ટર ગોવિંદાએ કોંગ્રેસની ટિકિટ પર આ સીટ પર કબજો જમાવ્યો હતો. જ્યારે 2009માં આ સીટ પરથી સંજય નિરુપમ સાંસદ બન્યાં હતાં. વર્ષ 2014માં આ સીટ કોંગ્રેસના હાથમાંથી નીકળી ગઈ હતી. જોકે, હવે આ સીટને બીજેપીનો ગઢ માનવામાં આવે છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/30FJSbB
No comments:
Post a Comment