કોફી આઈસક્રીમ

કોફી આઈસક્રીમ એ કોફી અને આઈસક્રીમ લવર્સ માટે બેસ્ટ ઓપ્શન છે. થોડા એવી જ સામગ્રીની મદદથી આ આઈસક્રીમ બનાવી શકાય છે. આ કિટી પાર્ટી તેમજ પિકનિક માટે પરફેક્ટ રેસિપી છે. જાણો આ આઈસક્રીમ બનાવવાની રીત.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સામગ્રી

2 ચમચી કોફી પાઉડર
1/2 કપ ખાંડ
1 કપ દૂધ
2 કપ ક્રીમ
2 ચમચી વેનિલા એસેન્સ
બનાવવાની રીત

એક કપ બાઉલમાં ખાંડ અને ક્રીમ લો. હવે જ્યાં સુધી ખાંડ ક્રીમમાં મિક્સ ન થઈ જાય ત્યાં સુધી તેને ફેંટી લો. હવે આ મિશ્રણમાં વેનિલા એસેન્સ, દૂધ અને કોફી ઉમેરો. આ મિશ્રણને યોગ્ય રીતે મિક્સ કરી લો.
બનાવવાની રીત

આ મિશ્રણને એક કન્ટેનરમાં અથવા કુલ્ફી બનાવવાના મોલ્ડ લઈ ફ્રીઝરમાં મુકી દો. આ આઈસક્રીમને સેટ થવામાં 6-7 કલાક લાગશે. આઈસક્રીમ જામી જાય એટલે તેને બાઉલમાં લઈ તેને સર્વ કરો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2ZUx1lr
No comments:
Post a Comment