ગુંદાનું શાકઃ

ગુંદા આમ તો અથાણા બનાવવામાં વપરાય છે પરંતુ તેનું લોટવાળુ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર આ રેસિપીથી ગુંદાનું શાક બનાવશો તો બધા એટલું વખાણશે કે સીઝનમાં અવારનવાર બનાવવાનું મન થશે. વળી, આ શાક તમે ફ્રીઝમાં રાખવામાં આવે તો થોડા દિવસો સુધી બગડતું પણ નથી. આથી ઉનાળામાં જમવામાં ગુંદાનું અથાણુ જ નહિ, ગુંદાનું શાક લેશો તો પણ જમવાની મજા આવશે.
સામગ્રીઃ
ગુંદા- 500 ગ્રામ
1 વાટકી ચણાનો લોટ
અડધી કાચી કેરી છીણેલી
અડધો કપ ગોળ
હળદર
મરચુ
મીઠુ
વઘાર માટે તેલ
અડધી ચમચી રાઈ
ચપટી હીંગ
સ્ટેપ 1
ગુંદાને બરાબર ધોઈને સાફ કરો. ત્યાર પછી એકપછી એક તેના બધા જ ઠળિયા કાઢી નાંખો. તપેલીમાં પાણી મૂકી ઉપર ચાળણી મૂકી તેમાં ગુંદા નાંખો અને તેને દસેક મિનિટ ઢાંકી રાખી વરાળથી સીજવા દો.
સ્ટેપ 2
ગુંદા સીજે ત્યાં સુધી ચણાના લોટમાં કાચી કેરીનું છીણ, ગોળ, હળદર, મરચુ, મીઠુ વગેરે મસાલો સ્વાદાનુસાર કરીને બરાબર મિક્સ કરો
સ્ટેપ 3
ગુંદા સીજી જાય પછી તેમાં આ મસાલાવાળો લોટ ભરી દો. બાકી બચેલો લોટ રાખી મૂકો.
સ્ટેપ 4
તેલનો વઘાર મૂકી રાઈ તતડાવો, હીંગ નાંખ્યા બાદ લોટ ભરેલા ગુંદા નાંખો અને બરાબર હલાવો. થોડી વાર બાદ બાકી બચેલો લોટ શાક ઉપર ભભરાવી ફરી હલાવો. ધીમા તાપે દસેક મિનિટ શાક ચડવા દો. તૈયાર છે ગુંદાનું ટેસ્ટી લોટવાળું શાક.
from Page Array – I Am Gujarat http://bit.ly/2ZURWov
No comments:
Post a Comment