Latest

Tuesday, May 14, 2019

ફિલ્મોમાં એક્ટિંગથી કેમ દૂર ભાગી રહી છે અનુષ્કા? એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

ફિલ્મોથી દૂર ભાગી રહી છે અનુષ્કા

શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યા બાદ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પૂરી રીતે ફિલ્મોથી દૂર છે. હાલ તે કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહી નથી કે નથી તેની પાસે કોઈ બીજો પ્રોજેક્ટ. તેવામાં હવે સવાલ ઉઠ્યો છે કે અનુષ્કા શર્મા કેમ ધીમે-ધીમે ફિલ્મોથી દૂર જઈ રહી છે. આ સવાલ પર મૌન તોડતા એક્ટ્રેસ જવાબ આપ્યો છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

અનુષ્કા શર્માએ કર્યો ખુલાસો

હિંદુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં અનુષ્કા શર્માએ કહ્યું કે, ‘હું છેલ્લા ત્રણ વર્ષથી ફેશન ફિલ્ડમાં કામ કરી રહી છું. આ શેડ્યૂલ ઘણો હેક્ટિક રહ્યો. આ વચ્ચે તેવા જ રોલ કર્યા જે વધારે ડિમાન્ડિંગ હતા. એક વર્ષમાં ફિલ્મ પરી, સુઈ ધાગા, ઝીરો કર્યા બાદ તે સરળ નહોતું કે બીજું કામ શરૂ કરી દઉં. મને લાગે છે કે એક એક્ટર તરીકે હાલ તે પોઝિશન પર છું જ્યાં સમય પૂરો કરવા માટે મારે ફિલ્મ કરવાની નથી’.

‘મારી પાસે ઘણા પ્રોજેક્ટ છે’

અનુષ્કાએ કહ્યું કે, ‘એક પ્રોડ્યૂસર તરીકે મારી પાસે ઘણા પ્રોજેક્ટ છે. અમે ઘણા સારા કામનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. મને તે વાતની ખુશી છે કે અત્યારસુધીમાં મેં જે કામ કર્યું તે સારૂં કર્યું છે’.

પ્રેગ્નેન્ટ છે અનુષ્કા શર્મા?

અનુષ્કા શર્મા કયા નવા પ્રોજેક્ટ સાથે વાપસી કરશે તે વાતનો ખુલાસો થયો નથી, પરંતુ એક્ટ્રેસના આ બ્રેકને લઈને પ્રેગ્નેન્સીની ચર્ચાઓ તેજ હતી. જો કે અનુષ્કાએ આ વાતને અફવા ગણાવી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જો હું પ્રેગ્નેન્ટ હોઉ તો તેને છુપાવી શકું નહીં. રિપોર્ટ પ્રમાણે અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે વર્લ્ડ ટૂર પર જવાનું પ્લાનિંગ કરી રહી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2LHMEcL

No comments:

Post a Comment

Pages