હિના ખાનનો બ્રાઈડલ લૂક વાયરલ

કસૌટી ઝિંદગી કી 2માં કોમોલિકા બની લોકોના દિલ પર રાજ કરી રહેલી હિના ખાનનો બ્રાઈડલ લૂક લોકોને ખાસ પસંદ આવી રહ્યો છે. લાલ કલરનો ચૂડો પહેરી દુલ્હન બનેલી એક્ટ્રેસની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. હિના ખાન રિયલ લાઈફમાં લગ્ન નથી કરવા જઈ રહી, આ તસવીરો તેના શૂટિંગની છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રિયાંક શર્મા સાથે સોન્ગ શૂટ કર્યું

હિના ખાન હાલ મ્યૂઝિક વીડિયો શૂટ કરી રહી છે. એક્ટ્રેસ હાલ ફેમસ સિંગર અરિજીત સિંહના એક રોમાન્ટિક સોન્ગનું શૂટિંગ કરી રહી છે. આ સોન્ગમાં હિના ખાનની ઓપોઝિટ તેનો ફ્રેન્ડ અને એક્ટર પ્રિયાંક શર્મા જોવા મળશે.
દુલ્હનના ડ્રેસમાં જોવા મળશે એક્ટ્રેસ

હિના ખાન આ મ્યૂઝિક વીડિયોમાં દુલ્હનના ડ્રેસમાં જોવા મળશે. થોડા દિવસ પહેલા એક્ટ્રેસે લાલ ચૂડો દેખાડતી તસવીરો શેર કરી હતી. આ પહેલા ‘કસૌટી ઝિંદગી કી 2’ના સેટ પરથી તેનો બ્રાઈડલ લૂક વાયરલ થયો હતો.
બોલિવુડમાં ડેબ્યૂ કરશે એક્ટ્રેસ

હિના ખાન ટૂંક સમયમાં જ ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ પહેલા એક્ટ્રેસ ‘કસૌટી ઝિંદગી કી 2’ અને મ્યૂઝિક વીડિયો સહિતના કેટલાક પ્રોજેક્ટ પૂરા કરશે. આ વર્ષે હિના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ડેબ્યૂ કરશે, જ્યાં તેની પહેલી ફિલ્મ લાઈન્સનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. થોડા દિવસ પહેલા એક્ટ્રેસે મ્યૂઝિક વીડિયોની શોર્ટ ક્લિપ અને તસવીરો શેર કરી હતી.
મોટો ચાહક વર્ગ ધરાવે છે એક્ટ્રેસ

હિના ખાન કોમોલિકા બની ઘર-ઘરમાં ફેમસ થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 5 મિલિયન ફોલોવર્સ છે. આ માટે એક્ટ્રેસે કેક કટ કરી સેલિબ્રેશન કર્યું હતું. એક્ટ્રેસ 12મી તારીખે ‘કસૌટી ઝિંદગી કી 2’ માટે છેલ્લો એપિસોડ શૂટ કરશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2HsLehd
No comments:
Post a Comment