Latest

Monday, May 27, 2019

ડિલિવરી સમયે ઓપરેશન થિયેટરમાં આ એક્ટ્રેસને થયો કડવો અનુભવ 😧

માતૃત્વ એન્જોય કરી રહી છે એક્ટ્રેસ

ટીવી એક્ટ્રેસ છવિ મિત્તલ હાલ પોતાનું માતૃત્વ એન્જોય કરી રહી છે. 10 મહિનાની પ્રેગ્નેન્સી બાદ એક્ટ્રેસે દીકરાને જન્મ આપ્યો. છવિએ પોતાની પ્રેગ્નેન્સી અને ડિલીવરી સાથે જોડાયેલા દરેક અનુભવને સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. છવિએ ઈન્સ્ટાગ્રામ પર ડિલિવરી દરમિયાન થયેલા ખરાબ અનુભવને શેર કર્યો. તેનું કહેવું છે કે ઓપરેશન થિયેટરમાં ડોક્ટર વાત વગર તેના પર બૂમાબૂમ કરી મૂકી હતી અને તેના પતિને ઓપરેશન થીયેટરમાં નહોતો આવવા દીધો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

‘ડોક્ટર મારા પર બૂમો પાડવા લાગી’

ઈસ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ શેર કરતાં છવિ મિત્તલે કહ્યું કે, ઓપરેશન થિયેટર બહાર અચાનક જ મને કહેવામાં આવ્યું કે મારો પતિ મારી સાથે રહી શકશે નહીં, જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે હું ડરી ગઈ હતી. એક્ટ્રેસે કહ્યું કે, ‘મેં જ્યારે આ વિશે ડોક્ટરને પૂછવાનો પ્રયાસ કર્યો હતો. મારા બર્થ પ્લાનમાં સૌથી પહેલો પોઈન્ટ જે મેં ડોક્ટરને જણાવ્યો હતો. પરંતુ ડોક્ટર વગર કારણે મારા પર બૂમો પાડવા લાગી. હું માત્ર એટલું જ ઈચ્છતી હતી કે મોહિત મારો હાથ પકડે’.

એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર જણાવી વ્યથા

એક્ટ્રેસ પ્રમાણે, ‘મારી સર્જીરી થવાની હતી. મને કહેવામાં આવ્યું કે તે વ્યક્તિ વગર સર્જરી કરાવું જેણે મને ઓફિસ, કેફે, શોપિંગ, સ્કૂલ અને દરેક ઈવેન્ટમાં સાથ આપ્યો છે. હું તે વ્યક્તિ વગર સર્જરી કેવી રીતે કરાવી લઉ? તે મારો સપોર્ટ સિસ્ટમ છે. તે મારા માટે બધું છે. આ દિવસ માટે અમે મહિનાઓ સુધી રાહ જોઈ હતી’.

‘ડોક્ટરની વાત સાંભળી રડવા લાગી’

એક્ટ્ર્સે કહ્યું કે, ‘ઓપરેશન થિયેટરમાં મારી સાથે ઉપસ્થિત લોકો મને એલિયન જેવા લાગી રહ્યા હતા. જે બિલકુલ અસંવેદનશીલ હતા. હું માંડ-માંડ શ્વાસ લઈ રહી હતી. અને મારી ડોક્ટર મારા પર બૂમો પાડી રહી હતી. ડોક્ટરે મને કહ્યું કે મોહિત OTની અંદર ન આવી શકે. ડોક્ટરની આ વાત સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા’.

‘ડોક્ટર આવું કેવી રીતે કરી શકે?’

છવિ મિત્તલે વધુમાં લખ્યું કે, ‘જ્યારે મેં ડોક્ટરને પૂછ્યું કે તે મારી સાથે આવું કેમ કરી રહી છે? તો તેણે આંખો ફેરવી લીધી. મેં જ્યારે તેમને કહ્યું કે તમે મોહિતને અંદર નહીં આવવા દો તો હું અહીંયાથી જતી રહીશ’. ત્યારે પીડિયાટ્રિશને ડોક્ટરને કહ્યું કે મોહિતને અંદર આવવા દો. પરંતુ ડોક્ટર ફરીથી બૂમો પાડવા લાગી કે તે આ માટે મંજૂરી આપી શકે નહીં’.

13મી મેએ દીકરાને આપ્યો જન્મ

એક્ટ્રેસે કહ્યું કે, ‘બાદમાં મને જાણ થઈ કે મારી જેટલી ફ્રેન્ડની ડિલીવરી આ હોસ્પિટલમાં થઈ હતી તેના પતિ તેની સાથે અંદર ગયા હતા. તેમને તો OTમાં મ્યૂઝિક સાંભળવાની છૂટ પણ મળી હતી. પરંતુ મારે લડવાનું હતું અને હું છેક સુધી લડી’. છવિએ 13મી મેએ અરહામને જન્મ આપ્યો હતો. છવિને 6 વર્ષની દીકરી આરિઝા પણ છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2wjxakT

No comments:

Post a Comment

Pages