Latest

Thursday, May 16, 2019

અમિતાભ બચ્ચનથી નારાજ છે ઐશ્વર્યા રાય, કારણ જાણીને ચોંકી જશો

ઐશ્વર્યા અને અમિતાભ વચ્ચે સંબંધો બગડ્યા?

ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચનનું બોન્ડિંગ હંમેશાથી સારું રહ્યું છે. ઐશ્વર્યા જ્યારથી બચ્ચન પરિવારમાં વહુ બનીને ગઈ ત્યારથી ક્યારેય એવું સાંભળવા નથી મળ્યું કે તે સસરાથી નારાજ છે. ઘણી વખત જયા કે શ્વેતા બચ્ચન સાથે ઐશ્વર્યાને ખટરાગ હોવાની વાતો સાંભળવા મળી છે પરંતુ બિગ બીથી નારાજ હોય તેવું ક્યારેય નથી થયું. જો કે ક્યારેય નથી થયું તે કદી નહીં થાય એવું તો છે નહીં. આજકાલ ગોસિપની ગલીઓમાં ચર્ચા છે કે ઐશ્વર્યા બિગ બીથી નારાજ છે. નારાજગીનું કારણ અમિતાભની એક ફિલ્મ છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આ ફિલ્મને કારણે નારાજગી?

આજકાલ મેગા સ્ટાર અમિતાભ થ્રિલર ફિલ્મ ‘ચેહેરે’ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે ઈમરાન હાશ્મી પણ છે. આ અંગે ઈમરાને પોતે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો. અમિતાભ અને ઈમરાન આ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત છે પરંતુ લાગે છે કે ‘બચ્ચન બહુ’ને આ બંનેનું એક સાથે સ્ક્રીન પર આવવું પસંદ નથી આવ્યું. રિપોર્ટનું માનીએ તો અમિતાભ બચ્ચને આ ફિલ્મ કરવાની હા પાડી તે ઐશ્વર્યાને ગમ્યું નથી.

ઈમરાનનું નિવેદન ઐશ્વર્યાને પસંદ નહોતું આવ્યું

આ પાછળનું કારણ છે ઈમરાન હાશ્મીએ ‘કોફી વિથ કરણ’ના એક એપિસોડમાં આપેલું નિવેદન. થોડા વર્ષો પહેલા કરણ જોહરના ચેટ શોમાં ઈમરાને મજાકિયા અંદાજમાં ઐશ્વર્યાને પ્લાસ્ટિક બ્યૂટી કહી હતી. ઈમરાનનું આ નિવેદન ઐશ્વર્યાને ગમ્યું નહીં. જ્યારે ઐશ્વર્યા આ શોમાં પહોંચી અને કરણે આ વિશે તેને પ્રતિક્રિયા આપવાનું કહ્યું તો એક્ટ્રેસ જણાવ્યું કે, તેણે આનાથી વાહિયાત અને ખરાબ કમેન્ટ ક્યારેય નથી સાંભળી. ઐશ્વર્યા કદાચ આજે પણ ઈમરાનના આ સ્ટેટમેન્ટથી નારાજ છે.

2020માં રિલીઝ થશે ફિલ્મ

મહત્વનું છે કે, અમિતાભ અને ઈમરાન હાશ્મીની આ ફિલ્મ 21 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થશે. થ્રિલર ફિલ્મને આનંદ પંડિત મોશન પિક્ચર અને સરસ્વતી એન્ટરટેનમેન્ટ પ્રોડ્યુસ કરશે. ફિલ્મ માટે બંનેએ શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Eb12nI

No comments:

Post a Comment

Pages