Latest

Thursday, May 16, 2019

પૈસા કમાવવા માટે સની લિયોનીની તસવીર સાથે આવી હરકત કરતો હતો તેનો ભાઈ 😧

પોર્ન ઈન્ડસ્ટ્રીમાંથી બોલિવુડમાં આવી સની

પોર્ન સ્ટારમાંથી બોલિવુડ એક્ટ્રેસ બનેલી સની લિયોનીની લાઈફ ઓપન બૂક જેવી છે. તે વાત બાળપણમાં સ્કૂલમાં સહન કરેલી તકલીફની હોય કે પછી એડલ્ટ ફિલ્મોમાં એન્ટ્રી વિશેની. તેના જીવનની દરેક વાતો સૌ કોઈ જાણે છે. બધા જાણે છે કે સનીએ એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાની મરજીથી ગઈ હતી. આ ઈન્ડસ્ટ્રીમાં તે હિટ ગઈ અને બધાને પાછળ છોડી ટોપ પોઝિશન મેળવી. આ બધાના કારણે સની લિયોની તો અઢળક રૂપિયા કમાતી જ હતી, પરંતુ તેના ભાઈને પણ કમાવા માટેનું સાધન મળી ગયું હતું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સનીનો ભાઈ સંદીપ કરતો આવી હરકત

આ વાતનો ખુલાસો સનીના ભાઈ સંદીપ વોહરાએ ફિલ્મ ‘મોસ્ટલી સની’માં કર્યો હતો. સંદીપે જણાવ્યું કે તેણે સનીના ઓટોગ્રાફથી ઘણા પૈસા કમાયા હતા. તેણે કહ્યું કે જ્યારે તે હોસ્ટેલમાં રહેતો હતો, ત્યારે રૂમમાં સનીના ઓટોગ્રાફવાળી તસવીર દીવાલ પર લગાવી દેતો હતો. જ્યારે કોઈ સનીનો ફેન રૂમમાં આવતો ત્યારે તે તસવીર જોઈને ઈમ્પ્રેસ થઈ જતો હતો. જે બાદ સનીનો ભાઈ પૈસાના બદલામાં તે પોસ્ટર આપી દેતો હતો. એક પોસ્ટર વેંચાય જાય બાદમાં તે બીજુ પોસ્ટર લગાવી દેતો હતો.

કરણજીતમાંથી આ રીતે બની ‘સની’

સની લિયોની અને તેના ભાઈની બોન્ડિંગ ખાસ છે. સનીએ પોતાનું નામ પણ ભાઈના નામ પરતી રાખ્યું હતું. સનીના ભાઈ સંદીપને ઘર પર બધા સની કહેતા હતા. જ્યારે તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી તો કરણજીત (સની લિયોની)ને એક નવું નામ જોઈતું હતું. જ્યારે તેને તેનું નામ પૂછવામાં આવ્યું તો સૌથી પહેલા તેના મનમાં નામ સની આવ્યું અને બાદમાં કરણજીત કૌર ‘સની’ બની ગઈ. આ નામ તેના માટે લકી સાબિત થયું. તેણે ન માત્ર પોર્ન ઈન્ડસ્ટ્રીમાં પરંતુ બોલિવુડમાં પણ સફળતા મેળવી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2WNi9Dg

No comments:

Post a Comment

Pages