મીજાન જાફરી-શર્મિન શહગલની ‘મલાલ’નું ટ્રેલર રિલીઝ

સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મ ‘મલાલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સેન્સેશનલ લવ સ્ટોરીની ઝલકે જ ફેન્સનું દિલ જીતી લીધું છે. જણાવી દઈએ કે, આ ફિલ્મ ભણસાલી પોતાની ભત્રીજી શર્મિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મીજાન જાફરીના પુત્ર મીજાન જાફરીને લૉન્ચ કરી રહ્યાં છે. ટ્રેલરમાં બંનેની કેમિસ્ટ્રી કમાલની લાગી રહી છે. ટ્રેલરથી સ્પષ્ટ છે કે, ‘મલાલ’માં દર્શકોને મસ્તી પણ જોવા મળશે, રોમાન્સ પણ ટ્રેજેડી પણ.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
જુઓ ફિલ્મનું ટ્રેલર
લાંબા સમયથી ચર્ચા હતી કે, ભણસાલી નવા ચહેરા લૉન્ચ કરવાના છે. જોકે, આ વિશે કોઈ ઑફિશિયલ વાત કરવામાં આવી નથી. બાદમાં આ વાત સામે આવી હતી કે, ફિલ્મમાં જાવેદ જાફરીનો પુત્ર મીજાન અને ભત્રીજી શર્મિન હશે. હવે ટ્રેલર લૉન્ચ થઈ ગયું. ટ્રેલરમાં બંનેની કેમિસ્ટી ઉપરાંત બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ શાનદાર છે.
28 જૂને રિલીઝ થશે ‘મલાલ’

ફિલ્મ 28 જૂનના રોજ રિલીઝ થવા જઈ રહી છે. જણાવી દઈએ કે, સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઈન્શાહઅલ્લાહ’ પણ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટ જોવા મળશે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2w59ikN
No comments:
Post a Comment