શાહરુખ-સલમાન ફરી એક વખત સાથે

ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ ‘ભારત’ આ વર્ષની સૌથી મચ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં છે. અબ્બાસ અને સલમાન આ પહેલા પણ સાથે કામ કરી ચૂક્યા છે પરંતુ ફિલ્મમેકરે અત્યાર સુધી શાહરુખ ખાન સાથે કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
અલી અબ્બાસે શું કહ્યું જાણો

શાહરુખ અને સલમાનને એક સાથ કાસ્ટ કરવા પર હાલમાં જ અલી અબ્બાસે કહ્યું કે તેમને આશા છે કે આ જલદી શક્ય બનશે. અલીના મતે, સલમાન અને શાહરુખ એક બીજાને ખૂબ પ્રેમ કરે છે અને સાથે કામ કરવા માંગે છે.
જલદી બંને એક્ટર સાથે સ્ક્રીન શેર કરશે

તેણે વધુમાં કહ્યું કે તે કોઈ સ્ક્રિપ્ટ લખે છે અને બંને એકટર્સ પર સૂટ કરે છે તો અમે બંને એક્ટરને સાથે સ્ક્રીન શેર કરતા જોઈ શકીશું. ભારતમાં સલમાન ઉપરાંત કટરિના કૈફ, દિશા પાટણી, જેકી શ્રૌફ, સુનીલ ગ્રોવર મહત્વના પાત્રોમાં જોવા મળશે. ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2vPD50z
No comments:
Post a Comment