પડછાયાની જેમ જોડાયેલો છે વિવાદ

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા સાથે વિવાદ પડછાયાની જેમ જોડાયેલો છે. એક્ટ્રેસ ક્રિસ્ટલ ડીસૂઝાએ સોશ્યિલ મીડિયા પર હાર્દિક સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. જે પછી એક્ટ્રેસને અનેક લોકોએ ટ્રોલ કરી હતી. એક વ્યક્તિએ વંશીય ટીપ્પણી કરીને હાર્દિકને નિશાન બનાવતા લખ્યું હતું કે,’કાળુભાઈ, વિન્ડીઝ ટીમમાં કેમ જગ્યા ન મળી?’
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ક્રિસ્ટલે પોસ્ટ કરી હતી તસવીર

ક્રિસ્ટલે ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક સાથે એક તસવીર પોસ્ટ કરીને લખ્યું કે,’મેરે ભાઈ જૈસા કોઈ હાર્ડ ઈચ નહી હૈ’
જેવી તેણે હાર્દિક સાથેની આ તસવીર પોસ્ટ કરી કે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કર્યું. ક્રિસ્ટલે શખ્સને જવાબ આપતા લખ્યું કે,’તુચ્છ અને ઘૃણિત’
અપારશક્તિ ખુરાનાએ આપ્યો જવાબ

એક્ટર અપારશક્તિ ખુરાનાએ સમીર નામના એક વ્યક્તિને જવાબ આપતા લખ્યું કે,’મને લાગે છે કે તમને આ રીતની ટીપ્પણી ન કરવી જોઈએ. નિશ્ચિત રીતે આ રીતની ભાષાનો ઉપયોગ તો બિલકુલ ન કરવો જોઈએ. અમે બધા હાર્દિક પંડ્યાને પસંદ કરીએ છીએ કારણકે તે ઉત્તમ પ્રદર્શન કરી રહ્યાં છે. જોકે, તમારે આ સમયે વિશ્વ કપ પહેલા ભારતીય ટીમનો ઉત્સાહ વધારવો જોઈએ.’
ક્રિસ્ટલે પણ આપ્યો સણસણતો જવાબ

ક્રિસ્ટલે ખુરાનાના જવાબ પર લખ્યું,’તમે સાચી રીતે પોતાની વાત રાખી. લોકો ખૂબ તુચ્છ અને ઘૃણાથી ભરેલા છે. કારણકે તેઓ વિચારે છે કે સ્ક્રિન પર બેસીને ટાઈપ કરવાથી તેઓ બચી જશે. મને લાગે છે કે અનેકવાર અજ્ઞાનતા આશીર્વાદ જેવી હોય છે. આ લોકોના નિવેદન તેમના સારા પ્રદર્શનમાં કોઈ પ્રકારની મુશ્કેલી નહીં બને. ધન્યવાદ’
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2vErQIp
No comments:
Post a Comment