Latest

Thursday, May 9, 2019

અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાથી ડરે છે ટોચની આ બોલિવુડ એક્ટ્રેસ 😲

ફરી આ એક્ટ્રેસ સાથે જોવા મળશે અક્ષય

અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ સૂર્યવંશીનું શૂટિંગ શરુ કરી દીધું છે. ફિલ્મમાં તે ફરી એકવાર કેટરીના કૈફ સાથે જોવા મળશે. બંને આ પહેલા નમસ્તે લંડન, સિંઘ ઈઝ કિંગ, વેલકમ સહિતની ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યો છે. ત્યારે આ જોડી ફરી મોટા પડદા પર ધમાલ મચાવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ટ્વિન્કલથી કેમ ડરે છે કેટરીના?

એક અવોર્ડ ફંક્શનમાં ઉપસ્થિત રહેલી કેટરીના કૈફે અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાને લઈને પોતાનો ડર વ્યક્ત કર્યો હતો. અવોર્ડ લીધા બાદ કેટરીનાએ કહ્યું કે, ‘અહીંયા આવતા પહેલા હું વિચારી રહી હતી કે ટ્વિન્કલ ખન્ના અહીંયા ન આવે તો સારૂ. તેને જોઈને હું નર્વસ થઈ જાઉ છું. તે દુનિયાની સૌથી ફની વ્યક્તિમાંથી એક છે એટલા માટે તેની સ્પીચ પણ તેવી હોય છે. હું માફી માગું છું. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે હું તેને ખૂબ પ્રેમ કરૂ છું. મને લાગે છે તમે બેસ્ટ છો, કારણ કે તમે જેવા છો તેવા જ દેખાવાનું પસંદ કરો છો’.

ફની ટ્વીટ્સ માટે જાણીતી છે ટ્વિન્કલ

ટ્વિન્કલ ખન્ના ટ્વિટર પર પોતાના ફની ટ્વીટ્સને લઈને જાણીતી છે. ઘણીવાર તે પોતાના હાજર જવાબીથી ટ્રોલ કરનારને પણ જોરદાર જવાબ આપે છે. ફિલ્મોથી દૂર ટ્વિન્કલ ખન્ના હાલ રાઈટિંગનું કામ કરે છે.

‘સૂર્યવંશી’નું શરુ થયું શૂટિંગ

સૂર્યવંશીની વાત કરીએ તો રોહિત શેટ્ટીની કોપ ડ્રામા સીરિઝનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મના શૂટિંગ વિશે ખિલાડી અક્ષય કુમારે આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ શેર કરી હતી. આ તસવીરમાં તે રોહિત શેટ્ટી, કરણ જોહર, અજય દેવગણ અને રણવીર સિંહ પણ જોવા મળ્યો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2HdhkNJ

No comments:

Post a Comment

Pages