Latest

Friday, May 17, 2019

‘ભારત’નું એન્થમ સોન્ગ ‘જિંદા હું મેં તૂઝમે’ રિલીઝ થયું

‘ભારત’નું એન્થમ સોન્ગ રિલીઝ

મુંબઈઃ સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ ભારત હવે પોતાની રિલીઝથી માત્ર થોડા દિવસો દૂર છે. એવામાં ફિલ્મ નિર્માતા દર્શકોને આકર્ષવા કોઈ કસર બાકી નથી રાખી રહ્યા. ભારતનું વધુ એક સોન્ગ રિલીઝ થઈ રહ્યું છે. અલી અબ્બાસ ઝફર અને જૂલિયસ પેકિયમ દ્વારા બનાવેલું ‘જિંદા’ ફિલ્મનું એન્થમ સોન્ગ છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સલમાન, કેટ અને અલી અબ્બાસે કર્યું લોન્ચ

ફિલ્મના આ સોન્ગને આ શુક્રવારે સલમાન ખાન, કેટરીના કૈફ અને અલી અબ્બાસ ઝફરની ઉપસ્થિતિમાં એક ભવ્ય સમારોહમાં લોન્ચ કરાયું હતું. આ પહેલા રિલીઝ થઈ ચૂકેલું ગીત ‘સ્લો મોશન’, ‘ચાશની’ અને ‘એથે આ’ને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરાયા હતા અને હવે ચોથું ગીત ‘જિંદા’ દર્શકો વચ્ચે પોતાની જગ્યા બનાવવા માટે તૈયાર છે.

ફિલ્મમાં સલમાનના 6 લૂક

નિર્દેશક અલી અબ્બાસ ઝફર કહે છે કે ‘ભારત’માં છ દાયકા સુધીની વ્યક્તિ સફર બતાવાશે, આથી સલમાન ખાન ફિલ્મમાં છ અલગ અલગ લૂકમાં જોવા મળશે. ફિલ્મમાં સલમાન અને કેટરિના સાથે તબ્બુ, જેકી શ્રોફ, દિશા પટણી, નોરા ફતેહી અને સુનીલ ગ્રોવર જેવા અનુભવી કલાકાર શામેલ છે.

ઈદ પર રિલીઝ થશે ‘ભારત’

ટી-સીરિઝ દ્વારા પ્રસ્તુત ફિલ્મ ‘ભારત’નું નિર્માણ અતુલ અગ્નિહોત્રી, અલવીરા અગ્નીહોત્રી, ભૂષણ કુમાર, કૃષ્ણ કુમારના રીલ લાઈફ પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડ અને સલમાન ખાન ફિલ્મ્સના બેનર નીચે કર્યું છે. ‘ભારત’ આ વર્ષે ઈદ પર 5 જૂને રિલીઝ થવા જઈ રહી છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2LLUVwm

No comments:

Post a Comment

Pages