Latest

Saturday, May 11, 2019

ક્યારેય મા નથી બનવા માગતી ટેલિવુડની આ એક્ટ્રેસ, કારણ જાણીને ચોંકી જશો

એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો

ટેલિવિઝન પર ‘ચંદ્રમુખી ચૌટાલા’ના નામથી ફેમસ થયેલી એક્ટ્રેસ કવિતા કૌશિક સતત ચર્ચામાં રહે છે. કવિતાએ 2017માં રોનિત બિસ્વાસ સાથે લગ્ન કર્યા હતા. 38 વર્ષની આ એક્ટ્રેસના લગ્નને બે વર્ષ થઈ ગયા પરંતુ હજુ સુધી તેને કોઈ સંતાન નથી. ત્યારે કવિતાએ આવું કંઈક કહીને બધાને ચોંકાવી દીધા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

દંપતીએ સાથે મળી લીધો નિર્ણય

અત્યારના સમયમાં દરેક સેલિબ્રિટી 20 વર્ષની ઉંમરે માતા-પિતા બનવાની ઈચ્છા રાખે છે. એટલા માટે તેઓ સરોગેસીની મદદ પણ લે છે. ત્યારે કવિતા કૌશિક અને તેના પતિ રોનિત બિસ્વાસે ભેગા મળી નિર્ણય લીધો છે કે તેઓ ક્યારેય માતા-પિતા નહીં બને.

કવિતા કૌશિકની વાત સાંભળી ચોંકી જશો!

હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીત કરતા કવિતા કૌશિકે કહ્યું કે, ‘હું બાળક સાથે અન્યાય કરવા માગતી નથી. જો હું 40 વર્ષની ઉંમરે મા બનું તો મારુ બાળક જ્યારે 20 વર્ષનું થશે ત્યારે અમે બંને ઘરડા થઈ જઈશું. હું નથી ઈચ્છતી કે 20 વર્ષનું મારુ બાળક ઘરડા માતા-પિતાની સેવા કરે’. કવિતાએ વધુમાં કહ્યું કે, ‘અમે બીજા લોકોની જેમ માતા-પિતા બની શકીએ નહી. અમે અમારી દુનિયાને હળવું સ્થાન બનાવવા માગીએ છીએ. અમે નથી ઈચ્છતા કે બાળક મુંબઈ જેવા ભીડભાડવાળા શહેરમાં આવે અને અહીંયા તેને સ્ટ્રગલ કરવું પડે’.

‘અમારે બાળકની જરૂર નથી’

કવિતા કૌશિકે આગળ કહ્યું તેમણે બંનેએ એકબીજામાં જ માતા-પિતા અને બાળક શોધી લીધા છે. ‘રોનિત જ્યારે નાનો હતો ત્યારે જ તેના માતા-પિતાનું મૃત્યુ થયું હતું જ્યારે હું મારા ઘરમાં એક માત્ર બાળક હોવાથી પરિવારના ભરણ પોષણ માટે મારે ઘણું હાર્ડ વર્ક કરવું પડ્યું છે. તેથી હવે અમે અમારુ જીવન એક બાળકની જેમ જીવી રહ્યા છીએ. ઘણીવાર હું તેની સાથે પિતા જેવું અને તે મારી સાથે માતા જેવું વર્તન કરે છે. અમે એકબીજા પાસે જે નથી તે પૂરુ કરવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ, તેથી અમારે બાળકની જરૂર નથી’.

એક પરિવારને દત્તક લેશે એક્ટ્રેસ

પોતાનું બાળક હોવા કરતાં આ દંપતીએ એક પરિવારનું ભરણ પોષણ કરવા માટે તેમને દત્તક લેવાનું વિચાર્યું છે. કવિતાએ કહ્યું કે, ‘અમે રાજસ્થાનમાં રહેતા અમારા પિતાના અન્ય પરિવારજનોને પહેલાથી જ દત્તક લીધા છે. અમે તેમની પૂરતી સાર સંભાળ રાખીએ છીએ. અમે બીજા લોકો માટે પણ આમ કરવા માગીએ છીએ’.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2WBS22f

No comments:

Post a Comment

Pages