Latest

Saturday, May 11, 2019

પરણ્યા વગર જ પ્રેગ્નેન્ટ છે ‘ગ્રાન્ડ મસ્તી’ની આ હોટ એક્ટ્રેસ

લગ્ન પહેલા મા બનશે આ એક્ટ્રેસ

નેહા મહેશ્વરી, મુંબઈઃ ઘણા રિયાલિટી શો તેમજ ‘આઈ હેટ લવ સ્ટોરી’ અને ‘ગ્રાન્ડ મસ્તી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અને બ્રાઝેલિયન મોડલ બ્રૂના અબ્દુલ્લાહ પરણ્યા વગર જ માતા બનવાની છે. પ્રેગ્નેન્સી વિશે બ્રૂનાએ પોતે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતી વખતે ખુલાસો કર્યો. બ્રૂનાએ બ્રિટિશ બોયફ્રેન્ડ એલન ફ્રેઝર સાથે 19મી જુલાઈ, 2018ના દિવસે સગાઈ કરી હતી.

TOI સાથે બ્રૂનાએ કરી ખાસ વાતચીત

લગ્ન પહેલા જ માતૃત્વ ધારણ કરવા વિશે વાત કરતાં બ્રૂનાએ કહ્યું કે, ‘મેરેજ સર્ટિફિકેટ માત્ર એક કાગળનો ટૂકડો છે. જે બે લોકોને સાથે રાખવા માટે પૂરતો નથી. કેટલાક લોકોના ડિવોર્સ થઈ જાય છે તો કેટલાક લોકો મેરેજ કર્યા વગર સાથે રહે છે. પ્રેમ એકબીજાને નજીક લાવે છે. તેના સિવાય બીજુ કંઈ નહીં’.

‘મારો પરિવાર ખુશ છે’

પાંચ મહિનાનો ગર્ભ ધરાવતી એક્ટ્રેસે કહ્યું કે, ‘અમારૂ બાળક હેલ્ધી છે. મારો પરિવાર આ સમાચાર સાંભળીને ખૂબ ખુશ છે. આ અમારી લાઈફનું સૌથી મોટું સરપ્રાઈઝ છે. મારી માતાએ આ દિવસ જોવા માટે આખી જિંદગી રાહ જોઈ છે. અમે તે બહાર આ દુનિયામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે. એલન અને હું માતા-પિતા બનવા માટે તૈયાર છીએ. અમે અત્યારે સેટ્લ્ડ છીએ અને જે અમારે જોઈતું હતું તે બધું જ અમારી પાસે છે. હું ખુશ હોવાની સાથે ઉત્સાહિત પણ છું’.

કેમ પ્રેગ્નેન્સીની વાત છુપાવી?

આ કપલ પોતાના પહેલા બાળકને આવકારવાની સાથે-સાથે લગ્ન કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. બ્રૂનાએ કહ્યું કે, ‘લગ્ન અંગે હું અને એલન ટૂંક સમયમાં પ્લાનિંગ કરીશું’. પોતાની પ્રેગ્નેન્સી અંગેની વાત જાહેર ન કરવા અંગે તેણે કહ્યું કે, ‘મેં જાણીજોઈને આમ કર્યુ નથી. મારી પાસે ડાન્સ શો સહિતના કેટલાક પ્રોજેક્ટ હતા, તેથી હું મારા કામને અધૂરું છોડી શકું નહીં. હું એવું નહોતી ઈચ્છતી કે કોઈ મારા વિશે એવું વિચારે કે હું પ્રેગ્નેન્ટ હોવાથી કામ કરી શકીશ નહીં. ચાર મહિના સુધી મેં ડાન્સ કર્યો. આમ કરવાથી મારી જાતને હું ફિટ અને સ્વસ્થ અનુભવતી હતી, જ્યારે મને કહેવામાં આવ્યું ત્યારે મેં કામ કરવાનું બંધ કર્યું. હું જે કામ કરૂ છું તેના પ્રત્યે મને પ્રેમ છે, તેથી મને મારા કામથી કોઈ દૂર કરી શકે નહીં. ડિલીવરી બાદ હું મારા લાઈફની દરેક ક્ષણ મારા બાળક સાથે પસાર કરવા માગુ છું. મને જ્યારે કામ કરવાની મંજૂરી મળશે એટલે હું તરત જિમ જોઈન કરી લઈશ’. બ્રૂના છેલ્લે ફિલ્મ ‘ઉડનછૂ’માં જોવા મળી હતી, જે 2018માં રિલીઝ થઈ હતી.

માતા બન્યા બાદ લગ્ન કરશે આ કપલ

લોકો બ્રૂના અને તેના ફિયાન્સ વિશે વધારે જાણતા નથી, જે એક એન્જિનિયરિંગ કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. તેઓ કેવી રીતે મળ્યા તે વિશે વાત કરતાં બ્રૂનાએ કહ્યું કે, ‘જુલાઈ 2015માં એલનના એક મિત્રએ તેના ઘરે મને ડિનર માટે આમંત્રિત કરી હતી. અમે ઘણી વાતો કરી પરંતુ પહેલી નજરે પ્રેમ થયો નહોતો. તે સમયે તે બીજી કોઈ વ્યક્તિને ડેટ કરી રહ્યો હતો. જેના એક મહિના બાદ હું તેને બાલીમાં મળી, જ્યાં હું શૂટિંગ કરી રહી હતી. ત્યાં હું વધારે તેના વિશે જાણી શકી અને પ્રેમમાં પડી. એલન ઈન્ટેલિજન્ટ, ફની અને પેશનેટ છે. હું તેની આ વાતથી જ પ્રભાવિત થઈ હતી. મને તેની સૌથી વધારે વાત તે ગમે છે કે તે કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વગર બધાને પ્રેમ કરે છે’.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/30eqstW

No comments:

Post a Comment

Pages