Latest

Saturday, May 11, 2019

નસીરુદ્દિન-અનિલ કપૂર જેવા સ્ટાર્સને અભિનય શીખવાડનાર ‘એક્ટિંગ ગુરુ’નું અવસાન

પરિવારે આપી જાણકારી

‘એક્ટિંગ ગુરુ’ના નામથી ફેમસ રોશન તનેજાનું 87 વર્ષની ઉંમરે શનિવારે નિધન થયું હતું. આ વાતની જાણકારી તેમના પરિવારના સભ્યોએ આપી હતી. રોશન તનેજાના દીકરા રોહિત તનેજાએ આઈએનએસને જણાવ્યું કે મારા પિતાનું શુક્રવારે રાતે ઘરે જ 9:30 કલાકે નિધન થયું હતું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બીમાર હતાં ‘એક્ટિંગ ગુરુ’

રોશન તનેજા છેલ્લા કેટલાય દિવસથી બીમાર હતાં. તેમના પરિવારમાં તેમની પત્ની મિથિકા અને બે દીકરા રોહિત અને રાહુલ છે. રોશન તનેજાના અંતિમ સંસ્કાર શાંતાક્રૂઝમાં શનિવારે સાંજે 4:30 કલાકે કરવામાં આવશે. રોશન તનેજાના અવસાનના સમાચાર સાંભળીને એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ છે.

હિંદી સિનેમામાં યોગદાન

નોંધનીય છે કે રોશન તનેજાએ શબાના આઝમી, જયા બચ્ચન, નસીરુદ્દીન શાહ, અનિલ કપૂર, શત્રુઘ્ન સિંહા જેવા કલાકારોને એક્ટિંગ શીખવાડી છે. આ મોટા કલાકારોને એક્ટિંગ શીખવાડવાના કારણે રોશન તનેજાને બોલિવૂડમાં બધાં પ્રેમથી ‘એક્ટિંગ ગુરુ’ના નામથી પણ ઓળખતાં હતાં. હિંદી સિનેમામાં તેમના યોગદાનને ક્યારેય ભૂલવામાં નહીં આવે.

શોકમાં ગરકાવ થયું બોલિવૂડ

રોશન તનેજાએ 1960માં પુણેના એફટીઆઈઆઈમાં લોકોને એક્ટિંગની ટ્રેનિંગ આપી હતી. જે પછી તેમણે એક પ્રાઈવેટ એક્ટિંગ સ્કૂલ ખોલી હતી. જ્યાં અનેક સ્ટાર્સે તેમની પાસેથી એક્ટિંગના પાઠ શીખ્યાં હતાં અને સિનેમાની દુનિયામાં જોરદાર સફળતા મેળવી હતી. રોશન તનેજાના નિધન પર તમામ બોલિવૂડ સેલેબ્સે શોકની લાગણી દર્શાવી હતી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2JxQym4

No comments:

Post a Comment

Pages