સેલેબ્સ પણ રંગાયા ચૂંટણીના રંગમાં

લોકસભા ચૂંટણીની મોસમમાં બોલિવુડ સેલિબ્રિટીઝ પણ ચૂંટણીના રંગમાં રંગાઈ છે. અત્યારે તો બોલિવુડ પણ રાજનીતિક પાર્ટીઓમાં વહેંચાયેલું જોવા મળે છે. કોઈ ખુલીને બીજેપીને સમર્થન આપે છે તો કોઈ કોંગ્રેસને. હવે આ લિસ્ટમાં બિગ બોસ વિનર અને ફિલ્મો-ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ ગૌહર ખાનનું નામ જોડાયું છે. ગૌહર ખાને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સમર્થનમાં ટ્વિટ કર્યું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
‘રાજીવ ગાંધી ભ્રષ્ટાચારી નંબર વન હતા’

હાલમાં જ એક ચૂંટણી રેલીમાં પ્રધાનમંત્રી મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમના પિતા રાજીવ ગાંધીનું નામ લીધું હતું. પીએમે કહ્યું હતું, “તમારા (રાહુલ ગાંધી) પિતાજીને તમારા રાજ દરબારીઓએ વાજતે-ગાજતે મિસ્ટર ક્લિન બનાવ્યા હતા. પરંતુ જોતજોતામાં જ ભ્રષ્ટાચારી નંબર વનના રૂપે તેમનું જીવન સમાપ્ત થઈ ગયું. નામદાર આ અહંકાર તમને ખાઈ જશે. આ દેશ ભૂલો માફ કરે છે પરંતુ દગાખોરી ક્યારેય માફ નથી કરતો.”
રાહુલે પીએમ પર કર્યો પલટવાર
Modi Ji,
The battle is over. Your Karma awaits you. Projecting your inner beliefs about yourself onto my father won’t protect you.
All my love and a huge hug.
Rahul
— Rahul Gandhi (@RahulGandhi) May 5, 2019
પીએમના આ નિવેદન બાદ રાહુલ ગાંધીએ પલટવાર કરતાં ટ્વિટ કરીને લખ્યું, “મોદીજી, લડાઈ પૂરી થઈ છે. તમારા કર્મો તમારી રાહ જોવે છે. પોતાના વિશેની આંતરિક વિચારસરણી મારા પિતા પર લાદશો તો પણ તમે બચી નહીં શકો. પ્રેમ અને વ્હાલ- રાહુલ.”
ગૌહરે રાહુલના સમર્થનમાં ટ્વિટ કર્યું
Huge respect for u !!! Your father late #RajivGandhiji was a dignified n loved prime minister!! It’s easy to be complexed by his stature !!the way you look past , is evidence of you knowing that fact !! Your grace is what shines through !! #morePower to you !! @RahulGandhi https://t.co/qDKyiv6HCQ
— Gauahar Khan (@GAUAHAR_KHAN) May 5, 2019
હવે ગૌહર ખાન રાહુલના સપોર્ટમાં આવી છે. ગૌહરે ટ્વિટ કરીને લખ્યું, “તમારા પ્રત્યે ખૂબ જ માન છે. તમારા સ્વર્ગીય પિતા રાજીવ ગાંધી અત્યંત સન્માનનીય અને લોકપ્રિય પ્રધાનમંત્રી હતા. તેમના કદથી ઈર્ષ્યા થાય તે સ્વાભાવિક છે. તમે તમારા સન્માનને જાળવી રાખ્યું છે.” ટ્વિટર પર ગૌહરના આ ટ્વિટને ઘણા લોકો સપોર્ટ કરી રહ્યા છે જ્યારે મોટો વર્ગ તેના ટ્વિટની નિંદા કરી રહ્યો છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2Y6CXWH
No comments:
Post a Comment