Latest

Friday, May 17, 2019

ભૂખ્યો યુવાન ચોરી કરી રહ્યો હતો, ભારતીય સ્ટોર માલિકે કરેલું કામ દીલ જીતી લેશે

ભારતીય સ્ટોર માલિકનું પ્રશંસનીય કાર્ય

કેટલાક લોકો ચોર હોય છે અને કેટલાક પરિસ્થિતિના કારણે બની જાય છે. અમેરિકાના ઓહાયોમાં એક આવી જ ઘટના બની. એક ભણેલો યુવક ચોર બનતા-બનતા રહી ગયો. તેને ભૂખ લાગી હતી. તે સ્ટોરમાં ગયો અને ચોરી કરવા લાગ્યો. સ્ટોરનો માલિક ભારતીય હતો. તેણે યુવકને રંગેહાથ પકડી લીધો. પૂછપરછ કરવા પર માલુમ પડ્યું કે તેને ભૂખ લાગી હતી, પરંતુ પૈસા નહોતા. આથી તે પોતાના અને ભાઈ માટે ખાવાનો કેટલાક સામાન ચોરી રહ્યો હતો. ભારતીય સ્ટોર માલિકનું દિલ પીગળી ગયું અને તેણે યુવકને ફ્રીમાં ફૂડ આપ્યું. પોલીસને પણ ન બોલાવી અને ભૂખ્યા છોકરાને ચોર બનતા બચાવી લીધો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

વીડિયો પણ સામે આવ્યો

જય સિંહ 7/11 સ્ટોરના માલિક છે. તેમના કર્મચારીએ જણાવ્યું કે કોઈ સામાન ચોરી રહ્યું છે. તો તેઓ પાછળ ગયા. તેમણે સીસીટીવી કેમેરા જોયો તો માલુમ પડ્યું કે ત્યાં એક 18-19 વર્ષનો છોકરો ફૂડ ઉઠાવી રહ્યો હતો. તે બહાર આવ્યા અને તે યુવકને કહ્યું કે તે બધો ચોરીનો સામાન નીકાળી દે.

પોલીસને કર્યો ફોન

સ્ટોર માલિકે સૌથી પહેલા યુવકના ખીસ્સામાંથી ચોરી કરેલો બધો સામાન્ય બહાર કઢાવ્યો. આ બાદ તેમના મિત્રએ પોલીસને 911 પર ફોન કર્યો. આ વચ્ચે માલિકે છોકરાને પૂછ્યું કે તે શા માટે ચોરી કરી રહ્યો છે? તો તેણે જવાબ આપ્યો કે તેને ભૂખ લાગી હતી આથી તે બધુ ચોરી રહ્યો હતો. માલિકે તરત પોતાના મિત્રને ફોન કટ કરવા કહ્યું.

છોકરાને ચોર બનતા અટકાવી લીધો

જય સિંહ આગળ જણાવે છે કે, આ બાદ તેમણે છોકરાને કહ્યું, જે તુ ચોરી કરવાનો હતો તે ખાવાનું નહોતું. હું તને ખાવાનું આપું છું. તેઓ ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે જ્યારે છોકરાએ તેમને ભૂખ્યા હોવાનું કહ્યં તે તેમનો વિચાર એકદમ બદલાઈ ગયો. તેમને લાગ્યું કે જો એકવાર મામલો પોલીસના હાથમાં પહોંચી જશે તો તેને નોકરી નહીં મળે. આથી તેમણે જાતે જ છોકરાને ખાવાનું આપ્યું અને તેમણે કહ્યું કે આ વિશે પહેલા કહ્યું હોત તો તેને ચોરી કરવાની જરૂર ન પડી હોત.

થઈ રહી છે પ્રશંસા

ડેકરિક બિશોપ તે સમયે સ્ટોરમાં ઉપસ્થિત હતા જ્યારે સમગ્ર ઘટના બની. તેમણે આ કિસ્સો સોશિયલ મીડિયા પર કર્યો. માલિકની પ્રશંસા કરી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2HopN1M

No comments:

Post a Comment

Pages