Latest

Friday, May 10, 2019

‘પંત આ પેઢીનો સેહવાગ છે, તેને બદલવાની જરૂર નથી’

પંતની આજની તારીખનો સેહવાગ

નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે કહ્યું કે ઋષભ પંત આજની તારીખનો વિરેન્દ્ર સેહવાગ છે. માંજરેકર મુજબ પંતની સાથે અલગ વર્તન થવું જોઈએ અને તેને પોતાની સ્વાભાવિક રમત માટે પ્રોત્સાહિત કરવો જોઈએ.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પૂર્વ ક્રિકેટર કહી વાત

માંજરેકરે પોતાના ટ્વીટમાં કહ્યું, પંત આજના સમયનો સેહવાગ છે. આ બેટ્સમેન સાથે અલગ વર્તન થવું જોઈએ. તે ઈચ્છે એવી રીતે તેને રહેવા દેવો જોઈએ. તેને તમે ટીમમાં પસંદ કરો કે ન કરો, તેની રમતમાં ફેરફાર નહીં થાય.

દિલ્હી ટીમ માટે IPLમાં કર્યું સારું પ્રદર્શન

પંતે બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થયેલા એલિમિનેટર-1 મુકાબલામાં દિલ્હી માટે 21 બોલમાં 49 રનની તોફાની ઈનિંગ રમી અને દિલ્હીને જીત સુધી પહોંચાડ્યું. તે મેન ઓફ ધ મેચ પસંદ કરાયો. મહેન્દ્ર સિંહ ધોનીનો ઉત્તરાધિકારી મનાતા પંતે આઈપીએલની આ સીઝનમાં કુલ 15 મેચોમાં 450 રન બનાવ્યા છે.

વર્લ્ડકપમાં નથી મળ્યું સ્થાન

પંતને જોકે વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં સ્થાન નથી મળ્યું કારણ કે સિલેક્ટર્સે પંતના સ્થાને અનુભવી દિનેશ કાર્તિકને ટીમમાં બીજા વિકેટકીપર તરીકે પસંદ કર્યો છે. બીસીસીઆઈના મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદે ટીમ સિલેક્શન બાદ કહ્યું હતું કે પંત અસાધારણ પ્રતિભા છે અને તેની પાસે હજુ ઘણો સમય છે પરંતુ આ વખતે ટીમમાં તેનું સિલેક્શન ન થવું દુર્ભાગ્યપૂર્ણ છે.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2VPHGyJ

No comments:

Post a Comment

Pages