Latest

Thursday, May 23, 2019

BoBની Q4 ખોટ ઘટીને ₹991 કરોડ: NPAમાં મોટો ઘટાડો

69458898

નવી દિલ્હી:બેન્ક ઓફ બરોડાની ખોટમાં ચોથા ક્વાર્ટરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. BoBએ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ₹991 કરોડની ચોખ્ખી ખોટ કરી છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹3,102.34 કરોડ હતી. જોકે, ત્રીજા ક્વાર્ટરમાં બેન્કે ₹471.25 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.

બેડ લોનની જોગવાઈમાં વૃદ્ધિને કારણે બેન્કે ચોથા ક્વાર્ટરમાં ખોટ દર્શાવી છે. નાણાકીય વર્ષ 2018-’19માં બેન્કનો સ્ટેન્ડઅલોન નફો ₹433 કરોડ અને કોન્સોલિડેટેડ નફો ₹1,100 કરોડ રહ્યા છે.

અગાઉના વર્ષના સમાન ગાળામાં બેન્કની સ્ટેન્ડઅલોન અને કોન્સોલિડેટેડ ખોટ અનુક્રમે ₹2,431.81 કરોડ અને ₹1,887.10 કરોડ રહ્યા હતા. સૂચિત ગાળામાં બેન્કની કુલ આવક વધીને ₹15,284.59 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹12,735.16 કરોડ હતી. BoBની સ્ટેન્ડઅલોન આવક ગયા નાણાકીય વર્ષમાં 11.4 ટકા વધીને ₹56,065.10 કરોડ થઈ છે. કોન્સોલિડેટેડ ધોરણે તે 12.5 ટકાની વૃદ્ધિ સાથે ₹60,793.30 કરોડ નોંધાઈ છે.

BoBની એસેટની ગુણવત્તામાં મોટો સુધારો નોંધાયો છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બેન્કની ગ્રોસ NPA ઘટીને 9.61 ટકા થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 12.26 ટકા હતી. સમાન ગાળામાં બેન્કની ચોખ્ખી NPA 5.49 ટકાથી ઘટીને 3.33 ટકા રહી છે.

બેન્કની ચોખ્ખી NPAનો આંકડો ₹3,521 કરોડ ઘટીને ₹15,609 કરોડ થયો છે, જે આઠ ક્વાર્ટરમાં સૌથી ઓછો છે. બેન્કે બેડ લોન અને તમામ રિસ્ટ્રક્ચર્ડ એકાઉન્ટ્સના ડિમિન્યુશન મૂલ્ય માટે ₹5,550.10 કરોડની જોગવાઈ કરી છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં આ જોગવાઈ ₹7,052.53 કરોડ હતી. BoBનો શેર બુધવારે 0.7 ટકા વધીને ₹126.20ના મથાળે બંધ રહ્યો હતો. બેન્કનો કુલ બિઝનેસ 31 માર્ચ 2019ના રોજ ₹11,07,509 કરોડ થયો છે, જે અગાઉના વર્ષે ₹10,18,747 કરોડ હતો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2JZ54n5

No comments:

Post a Comment

Pages