હીનાએ મેળવી ઝળહળતી સફળતાઃ

સામાન્ય રીતે ટેલિવિઝન એક્ટ્રેસની કારકિર્દી ટીવી સ્ક્રીન પર જ પૂરી થઈ જતી હોય છે. તે બહુ-બેટી કે સાસુની ઈમેજમાં એટલી કેદ થઈ જતી હોય છે કે ન તો તેને બીજા કોઈ રોલ મળે છે, ન તો તે એકાદ-બે સીરિયલથી આગળ કારકિર્દી બનાવી શકે છે. આજે પણ વીસ-બાવીસ વર્ષની ઉંમરે ટીવી એક્ટ્રેસ ટીનેજ બાળકોની માતાનો રોલ ભજવતી જોવા મળે છે. પરંતુ આમાં એક અપવાદ છે- હીના ખાન. યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી 2009માં કારકિર્દીની શરૂઆત કરનારી હીના દસ વર્ષમાં Cannesના રેડ કાર્પેટ પર પહોંચી ગઈ છે. તેના જેવી ઝળહળતી સફળતા મેળવવાનું સપનું પણ કોઈ ટેલિવુડ એક્ટ્રેસે નહિ જોયું હોય.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
ઈમેજનું મેક ઓવરઃ

હીનાએ 2009થી યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં ડેબ્યુ કર્યું હતું અને અક્ષરાના નામથી ઘરે ઘરે જાણીતી બની હતી. સાત વર્ષ તેણે સીરિયલમાં કામ કર્યા બાદ પોતાની ઈમેજનું મેક ઓવર કરી નાંખ્યું. સાડી અને ડ્રેસમાં દેખાતી અક્ષરા જિમ વેરમાં સેક્સી લાગી શકે એવી કોઈએ કલ્પના પણ કરી હતી?
મેળવ્યું ફેશનિસ્ટાનું બિરુદઃ

હીના ખાને ઈન્સ્ટાગ્રામ પર પોતાના જિમ વિડિયોઝ અને સ્ટાઈલિશ લૂક પોસ્ટ કરી ફેશનિસ્ટાનું બિરુદ મેળવ્યું છે. તેણે બિગ બૉસ 11માં પણ ખાસ્સી લાઈમલાઈટ મેળવી હતી. ખતરોં કે ખિલાડીમાં ભાગ લઈને તેણે પોતાની આગવી ઓળખ બનાવી હતી. હાલમાં તેણે કસૌટી ઝિંદગી કીમાં કોમોલિકાનું યાદગાર કિરદાર ફરી પરદા પર જીવંત કર્યું હતું જે લોકોને ખાસ્સુ પસંદ આવ્યું હતું.
આટલા બધા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છેઃ

આ ઉપરાંત તેણે સોનુ ઠુકરાલની ભાસૂદી સાથે મ્યુઝિક વિડીયો ડેબ્યુ કર્યું છે. કુણાલ રોય કપૂર સાથે તે SmartPhone નામની શોર્ટ ફિલ્મ શૂટ કરી રહી છે. પ્રિયાંક શર્મા સાથે પણ તેણે મ્યુઝિક વીડિયો શેર કર્યા છે. હીનાના હાથમાં વિક્રમ ભટ્ટની એક ફિલ્મ પણ છે જેનું શૂટિંગ તે જૂન મહિનાથી શરૂ કરશે. અનેક વાર હીના પોતાની ગાયકીની કળા પણ દર્શાવી ચૂકી છે. 10 વર્ષમાં હીના ખાને ઘણું બધુ અચિવ કર્યું છે. તેની મહેનત અને ધગશ જોતા તે બોલિવુડમાં પણ મોટું નામ કરે તો નવાઈ નહિ.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2EeDGxv
No comments:
Post a Comment