માનવતાનો કોઈ ધર્મ નથી

શ્રીનગર: કહેવાય છે કે માનવતા દરેક ધર્મની જનની છે. આ કહેવતને સાર્થક કરી એક હેડ કોન્સ્ટેબલે. આ હેડ કોન્સ્ટેબલે રમજાન મહિનામાં ભૂખથી તડપતાં દિવ્યાંગ કાશ્મીરી બાળકને ભોજન કરાવીને લોકોનું દિલ જીત્યું છે. હેડ કોન્સ્ટેબલે બાળકને ખવડાવ્યા બાદ તેનું મોં સાફ કરી આપ્યું અને પાણી પણ પીવડાવ્યું. આ કોન્સ્ટેબલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

હેડ કોન્સ્ટેબલ ઈકબાલ સિંહ સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયા છે. તેમના વીડિયોને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે પણ વીડિયો ટ્વિટ કર્યો. ત્યારબાદથી અટકળો શરૂ થઈ કે ઈકબાલ સિંહ જમ્મુ-કાશ્મીર પોલીસમાં છે પરંતુ તેઓ તો CRPFમાં છે. CRPFએ વીડિયો પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી.
‘વીરતા અને સંવેદના એક જ સિક્કાની બે બાજુ’
"Humanity is the mother of all religions"
HC Driver Iqbal Singh of 49 Bn Srinagar Sector CRPF deployed on LO duty feeds a paralysed Kashmiri kid in Nawakadal area of Srinagar. In the end, asks him "Do you need water?"
"Valour and compassion are two sides of the same coin" pic.twitter.com/zYQ60ZPYjJ
— Srinagar Sector CRPF
(@crpf_srinagar) May 14, 2019
CRPFએ ટ્વિટ કરીને લખ્યું, “માનવતા તમામ ધર્મોની જનેતા છે. ઈકબાલ સિંહ સીઆરપીએફની શ્રીનગરમાં તૈનાત 49મી બટાલિયનના હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર છે. તેમણે દિવ્યાંગ કાશ્મીરી બાળકને શ્રીનગરના નવકદલ વિસ્તારમાં ભોજન કરાવ્યું. જમાડ્યા બાદ તેમણે પૂછ્યું કે, તારે પાણી પીવું છે? વીરતા અને સંવેદના એક જ સિક્કાની બે બાજુ છે.”
લોકોએ કરી ઈકબાલ સિંહની પ્રશંસા

જણાવી દઈએ કે, કાશ્મીરમાં અવારનવાર માનવ અધિકારોનું ઉલ્લંઘન અને બળ પ્રયોગ થતો હોવાનો આરોપ લાગે છે પરંતુ ઈકબાલ સિંહે માનવતા દર્શાવીને CRPFની છબિ બદલવાનું કામ કર્યું છે. રિપોર્ટ મુજબ, તેમના આ નેક કામ બાદ સીઆરપીએફના આઈજી હેડ કોન્સ્ટેબલ ઈકબાલ સિંહ સાથે મુલાકાત કરવાના છે. આઈજી માણસાઈ દાખવવા બદલ તેમને શુભેચ્છા આપશે. આ વીડિયો લાખો લોકોએ જોયો છે અને હેડ કોન્સ્ટેબલની આ કામગીરીના ભરપૂર વખાણ કર્યા છે. સેંકડો લોકોએ આ વીડિયો પર કમેન્ટ કરી છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2HlOLxz
(@crpf_srinagar)
No comments:
Post a Comment